સંબંધિત સમાચાર
- શ્રીકૃષ્ણને કયો ભોગ ચઢાવવામાં આવે છે અને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે.
- Janmashtami 2024: યશોદાના લાલને 56 નહીં પણ આ 6 વસ્તુઓ અર્પણ કરો, ભગવાન કૃષ્ણ થશે પ્રસન્ન
- Janmashtami 2024 - જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે કરો બાળગોપાલની પૂજા થશે વિશેષ લાભ
- Janmashtami 2023 Quotes - જન્માષ્ટમી પર તમારા સગા સંબંધીઓને મોકલો શુભ સંદેશ
- નંદ ઘેર આનંદ ભયો.... આ માત્ર જન્મોત્સવ જ નથી આ છે કંસ વધનું કાઉન્ટડાઉન....
જન્માષ્ટમીમાં ધાણાની પંજરીનો પ્રસાદ, જાણો બનાવવાની Recipe
Dhaniya Panjiri Recipe: ભગવાન કૃષ્ણનો પ્રિય ભોગ છે માખણ મિશ્રી. દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય છે. આજે દેશભરમાં જન્માષ્ટમીનો પાવન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ અર્પિત કરવામાં આવે છે. બીજી બાજુ બાળ-ગોપાલને ધાણા ખૂબ પ્રિય હોવાને કારણે તેમને આજના દિવસે ધાણાની પંજરીનો પણ ભોગ લગાવાય છે. તો અઅવો જાણીએ કેવી રીતે બનાવાય છે ધાણાની પંજરીનો પ્રસાદ.
ધાણાની પંજરી બનાવવા માટેની સામગ્રી-
ધાણા પાવડર - 1 કપ
ઘી - 3 ચમચી
મખાના - 1/2 કપ (કાપેલા)
-ખાંડ પાવડર - 1/2 કપ
- છીણેલું નાળિયેર - 1/2 કપ
- ડ્રાયફ્રુટ - 1/2 નાની વાટકી (સમારેલા)
- ચારોળી - 1 ચમચી
- મગજતરીના બીજ - 3 ચમચી (છાલવાળા)
ઘાણાની પંજરી બનાવવાની રીત - ઘાણા પંજરી બનાવવા માટે, પહેલા એક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરો. હવે તેમાં ધાણા પાવડર નાખીને તેને 4-5 મિનિટ માટે સેકી લો અને તેને બાઉલમાં કાઢી લો. કઢાઈમાં બાકીનું ઘી ઉમેરો અને તેમા મખાના નાખીને સતત હલાવતા 2-3 મિનિટ માટે સાંતળો. ડ્રાય ફ્રુટ્સ, ચારોળી, મગજતરીના બીજ, નાળિયેર, ખાંડનો પાવડર અને ધાણા પાવડર ધીમી આંચ પર ઉમેરો અને મિક્સ કરો. એક સર્વિંગ બાઉલમાં તૈયાર કરેલી પંજરી કાઢીને કાન્હાજીને અર્પણ કરો અને તેને પ્રસાદ તરીકે સર્વ કરો.