સંબંધિત સમાચાર
- દિવાળી બાદ તમિલનાડુ અને કેરેલામાં થયેલા વરસાદના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રભાવિત.. પોંન્ગલના તહેવારમાં રૂ. 150 કરોડનું નુકશાન
- Kartarpur - કરતારપુર સાહેબ જવા માટે શ્રદ્ધાળુઓને જવા આ 10 નિયમ અને શર્ત
- એક મહિલાની દરિયાદિલી, રિક્ષાચાલકને ઘર તેમજ ઘરેણાં સહિત 1 કરોડની સંપત્તિ દાન કરી
- Jammu-Kashmir: દક્ષિણ કાશ્મીરના 2 વિસ્તારોમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર, એન્કાઉન્ટર ચાલુ
- Delhi viral video: મહિલાએ કેબ ડ્રાઈવરને રસ્તા વચ્ચે ખેંચીને માર્યો, જુઓ વીડિયોમાં કેવો કર્યો તમાશો
શરદ પવારની ભાજપને ધમકી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના વડા શરદ પવારે ફરી એકવાર ED અને CBIને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે NCP હોય, કોંગ્રેસ હોય કે શિવસેના(Shivsena) અમારા તમામ સહયોગી પક્ષોને ઘણી સરકારી એજન્સીઓ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. પવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “તમે અનિલ દેશમુખને જેલમાં પુરાવ્યો છે અને પરમબીર સિંહ ફરાર છે.” તમે જે કંઈ કર્યું છે તેનો હિસાબ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે,શરદ પવારે પહેલીવાર અનિલ દેશમુખનું ખુલ્લેઆમ સમર્થન કરતા કહ્યું કે, અનિલ દેશમુખ સાથે જે થઈ રહ્યુ છે તે ઘોર અન્યાય છે. તમને જણાવી દઈએ કે, પૂર્વ મંત્રી અનિલ દેશમુખ હાલમાં મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલ અનિલ દેશમુખને લઈને શરદ પવારે ભાજપ પર પ્રહારો કર્યા છે.
