ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (12:22 IST)

Spa Centre- સ્પા સેન્ટરમાં ચાલતું હતું સેક્સ રેકેટ, પર્દાફાશ થતાં સંચાલકની ધરપકડ

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં આધુનિક કુટણખાનાઓનો ધંધો શરુ થઈ ગયો છે. અગાઉ પોલીસે અવાર નવાર સ્પામાં રેડ પાડી ગોરખધંધાનો પદાફાર્શ કયો છે છતાંયે હજુ પણ કેટલાક સ્પામાં લોહીના વ્યાપારનો ધંધો ફુલફ્લેગમાં ચાલી રહ્ના છે. 
 
અડાજણમાં સ્પાની આડમાં ચાલી રહેલા સેક્સ રેકેટના મિસિંગ સેલે પર્દાફાશ કર્યો હતો. રાંદેરના ગૌરવપથ રોડ પર શેવિઓન ચોક સામે કોરલ પેલેસના બીજા માળે કેર મી સ્પામાં મિસિંગ સેલએ ડમી ગ્રાહકને મોકલ્યો હતો. સેક્સ રેકેટની પુષ્ટિ થયા બાદ સેલએ સ્પામાં રેડ પાડી હતી. મિસિંગ સેલએ સ્પામાંથી 4 યુવતિઓને મુક્ત કરાવી હતી. 
 
પોલીસે સંચાલકની ધરપકડ કરી લીધી છે. પોલીસે સ્પામાંથી મોબાઇલ અને કેસ સહિત 4420 રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે. પોલીસે સ્પાના સંચાલક સલામઉદ્દીન ઉર્ફ શાહિદ નિયાજુદ્દીન શેખની ધરપકડ કરી છે. આ ઉપરાંત સ્પા માલિક સાગર ખાનને વોન્ટેડ જાહેર કર્યો છે. 
 
અગાઉ પોલીસે આવી રીતે જ દરોડા પાડીને 100 જેટલી યુવતીઓે બચાવી હતી. ફરી એક વાર સુરતમાં આ રીતે સ્પાની આડમાં ચાલતુ કૂટણખાનુ ઝડપાતુ પોલીસ લાલ ઘૂમ થઈ હતી. પોલીસ હાલ આવા ગુનાઓ ડામવા માટે પ્રયાસ કરી રહી છે.