1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

બટર ચિકન

બટર ચિકન
W.D
સામગ્રી - 1 ચિકનના ટુકડા, 50 ગ્રામ તેલ, 2 ડુંગળી, 2 ટામેટા, 2 ચમચી કાજૂનુ પેસ્ટ, લાલ મરચાનો પાવડર, 2 ચમચી આદુ-લસણ-લીલા મરચાંનુ પેસ્ટ, 2 ચમચી કસૂરી મેથી, મીઠુ સ્વાદ મુજબ.

મેરિનેડ માટે સામગ્રી - 1 કપ દહીએ, 1/2 કપ ક્રીમ, 2 ચમચી આદુ-લસણ-લીલા મરચાનુ પેસ્ટ, લાલ મરચાનો પાવડર સ્વાદમુજબ, 1 ચમચી જીરાનો પાવડર, 1 ચમચી ગરમ મસાલો.

1/4 લાલ રંગ સજાવવા માટે ક્રીમ, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - મેરિનેડની બધી સામગ્રી ચિકનના ટુકડામાં ભેળવીને બે કલાક માટે મૂકી રાખો.

કઢાઈમાં થોડુ તેલ ગરમ કરીને ચિકનના ટુકડાને ફ્રાય કરીને જુદી મૂકી દો. ટામેટા ડુંગળીનુ પેસ્ટ બનાવીને ગ્રેવી તૈયાર કરી લો. ગ્રેવી સારી રીતે પાક્યા પછી બાકીની સામગ્રી ભેળવી દો અને પાંચ મિનિટ સુધી બફાવો દો. તેમા ચિકનના ટુકડા અને જરૂર મુજબ પાણી નાખીને કુકરમાં 4થી 5 સીટી વાગતા સુધી થવા દો.

ઠંડુ થયા પછી ઉપરથી ક્રીમ નાખીને સજાવો. ગરમા ગરમ તંદૂરી રોટલીની સાથે પીરસો.
About Writer
વેબ દુનિયા