નેપાળમાં કુદરતી આપદા: સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે ગુમ થયેલા 12 ગુજરાતીઓની યાદી અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
Nepla flood news
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ગુજરાતના કુલ 12 લોકો ગુમ થયા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દુર્ઘટનાના એક દિવસ પછી પણ આ લોકો અંગે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. આ ગુમ થયેલા 12 નાગરિકોમાં 3 અમદાવાદના વતની છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે ગુમ થયેલા તમામ લોકોની યાદી જાહેર કરી છે અને તેમની ભાળ મેળવવા માટેના પ્રયાસો તેજ કરી દીધા છે.
માનસરોવર યાત્રા દરમિયાન સર્જાઈ દુર્ઘટના
કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલી વિગતો અનુસાર, ગુમ થયેલા 12 લોકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે માનસરોવર યાત્રાના કેરુંગ રૂટ પર ગયા હતા. આ યાત્રિકોમાં અમદાવાદના 3, સુરતના 3, આણંદના 2, વલસાડના 1, રાજકોટના 1 તેમજ મૂળ ગુજરાતી એવા યુ.એસ.એ. (USA) ના 1 અને ઓસ્ટ્રેલિયાના 1 નાગરિકનો સમાવેશ થાય છે. આ તમામ લોકો કુદરતી આપદાના કારણે સંપર્ક વિહોણા બન્યા છે.
યાદીમાં સામેલ ગુમ થયેલા મુસાફરોના નામ
દિનેશ પટેલ, અમદાવાદ
ભાવિન કુમાર રાવલ, અમદાવાદ
અશોક કાપડી, અમદાવાદ
જય કોટેચા, રાજકોટ
પરેશ પટેલ, સુરત
જ્યોતિ પટેલ, સુરત
મિનાક્ષી રામાણી, સુરત
કિન્નરી પટેલ, વડોદરા
મિહીર પટેલ, વડોદરા
બિમલકુમાર પટેલ, આણંદ
જયમીનો પટેલ, આણંદ
રોમા ઇંટવાલા, વલસાડ
ગુજરાત સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસી (દૂતપાલય) પણ સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે જેથી તમામ યાત્રિકોને સલામત રીતે પરત લાવી શકાય.
ઈમરજન્સી સંપર્ક નંબર કંટ્રોલ રૂમ નંબર 1077 (ટોલ ફ્રી)
ફોન નંબર - 079 27560511
