સંબંધિત સમાચાર
- રાજકોટમાં અંધશ્રદ્ધાએ 10 મહિનાની બાળકીનો ભોગ લીધો, ન્યૂમોનિયા થતાં ગરમ સોયના ડામ આપ્યા હતાં
- રાજકોટ-ઉદયપુર વચ્ચે 21મીથી ડેઈલી ફ્લાઈટ
- રાજકોટથી ઝડપાયેલા ત્રણ શંકાસ્પદ આતંકીઓ કોઈ કાવતરું કરે તે પહેલા ATSએ ઝડપી પાડ્યા
- રાજકોટમાં ATSનું ઓપરેશન, આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ
- Rajkot News- રાજકોટ નશાની હાલતમાં પોલીસકર્મીએ સર્જ્યો
રાજકોટથી ઈન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ
Rajkot To indore Flight- રાજકોટથી ઇન્દોર ફ્લાઈટની શરૂઆત થઈ છે. 21 ઓગસ્ટે સવારે 8.30 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોરથી રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં તેનું વોટર કેનનની મદદથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી આ ફ્લાઈટ પરત રાજકોટથી ઈન્દોર જવા માટે ફરી ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઈટ શરૂ થતાંની સાથે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ અને લોકોને ફાયદો થશે.
3 જુલાઈથી રાજકોટ પુણેની નવી ફ્લાઈટ શરૂ થઈ હતી. આ ફ્લાઈટ પુણેથી સવારે 7.30 કલાકે ઉડાન ભરીને 9 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થતાં તેનું પણ વોટર કેનન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજકોટ-ઈન્દોર વચ્ચે ફ્લાઈટ શરૂ થતાં સૌરાષ્ટ્રના વેપારીઓને લાભ થશે. કારણ કે, વેપારીઓ અને વિદ્યાર્થીઓને અત્યાર સુધી પુણે અને ઈન્દોર જવામાં વાયા મુંબઈની ફ્લાઈટ લેવી પડતી હતી.
