1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 19 જૂન 2024 (18:54 IST)

Vat Savitri Puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..

vat savitri
Vat Savitri Vrat 2024  - હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે  વટ સાવિત્રીનુ વ્રત કરવામાં આવે છે.  આ વર્ષે આ વ્રત 21 જૂન શુક્રવારે કરવામાં આવશે. આ દિવસે સુહાગન મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે
 
વટ સાવિત્રી વ્રત પૂજાનુ શુભ મુહુર્ત  
21  જૂને સવારે 5.35 થી 7.16 સુધી અમૃતકાળ દરમિયાન પૂજા કરવી શુભ રહેશે.
આ ઉપરાંત પૂજાનુ શુભ મુહુર્ત  સવારે 8:56 થી 10:37 સુધીનુ છે. આ ઉપરાંત, તમે સવારે 11:52 થી 12:48 સુધી અભિજીત મુહૂર્તમાં પણ પૂજા કરી શકો છો.
 
વટ સાવિત્રી વ્રતની પૂજન સામગ્રી 
 
- સાવિત્રી અને માતા પાર્વતીની મૂર્તિ બનાવવ માટે ગાયનુ છાણ 
- કાચો દોરો અથવા સફે દોરો 
- વાસનો પંખો 
- લાલ દોરો 
- વડની એક કૂંપળ 
- શક્કરટેટી, કેરી જેવા ફળ 
- ફૂલ, માળા 
- બતાશા 
- સિંદૂર, કંકુ 
- અત્તર 
- સોપારી 
- પાન 
- લાલ કપડુ 
- ચોખા 
- સુહાગનો સામાન 
- રોકડા રૂપિયા 
- બંગડી 
- પલાળેલા ચણા 
- લોટ અને ગોળથી બનેલા ગુલગુલા 
- સ્ટીલ કે કાંસાની થાળી 
- મીઠાઈ 
- માટી કે પીત્તળનો દિવો 
- ઘી 
 
વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ 
 
- વટ સાવિત્રી વ્રતના દિવસે સૂર્યોદય પહેલા બધા કાર્યોથી પરવારીને સ્નાન વગેરે કરી લો, ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લો. આ વાતનુ ધ્યાન રાખો કે કોઈપણ વસ્ત્ર, સોળ શૃંગાર વગેરે કાળા, સફેદ કે પછી ભૂરા રંગના ન હોય 
- હવે પૂજાની તૈયારી કરી લો. સૌથી પહેલા સ્વચ્છ પાણી અને લોટનો ઉપયોગ કરીને ગુલગુલા અને પૂરી વગેરે બનાવી લો. સાથે જ ચોખા હળદર અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. 
- હવે મહિલાઓ લાલ, પીળી કે પછી લીલા રંગની સાડી, સૂટ વેગેરે પહેર્યા બાદ સોળ શૃંગાર જરૂર કરો. 
- વડના ઝાડ નીચે જઈને ગાયના ગોબરથી સાવિત્રી અને માતા પાર્વતીની મૂર્તિ બનાવો. જો ગાયનુ છાણ ન મળી રહ્યુ હોય તો બે સોપારીને લાલ દોરામાં લપેટીને માતા પાર્વતીના પ્રતિકના રૂપમાં મુકી દો. ત્યારબાદ ચોખાવાળુ પેસ્ટ  હથેળીમાં લગાવીને સાત વાર વડના ઝાડ પર છાપા લગાવો. 
- હવે વટ વૃક્ષમા જળ અર્પિત કરો અને પછી ફુલ, માળા, સિદૂર, ચોખા, મીઠાઈ, શક્કર ટેટી, સફરજન વગેરે અન્ય મીઠાઈ સાથે ફળ અર્પિત કરો 
- હવે 14 પુરી લો અને દરેક પુરીમા 2 પલાળેલા ચણા અને આટાગોળના ગુલગુલા  મુકી દો અને તેને વડની જડમાં મુકી દો. આ સાથે જ વાંસનો પંખો મુકો અને પછી જળ અર્પિત કરો. 
- હવે ઘી નો દિવો અને ધૂપ પ્રગટવો ત્યારબાસ સફેદ દોરાને કે પછી નોર્મલ દોરો કે નાડાછડી વગેરે લઈને વૃક્ષની ચારેબાજુ પરિક્રમા કરો. 
- 5 કે 7 તમારી શ્રદ્ધા મુજબ પરિક્રમા કરી લો. આ સાથે બચેલો દોરો ત્યા છોડી દો. હવે વ્રત કથા વાંચો કે સાંભળો. સાંભળતી વખતે હાથમાં પલાળેલા ચણા લો. 
- કથા શ્રદ્ધાપૂર્વક સાંભળ્યા પછી હાથના ચણા વટની જડમાં ચઢાવી દો. 
- કથા સાંભળ્યા બાદ સુહાગન સ્ત્રીઓ માતા પાર્વતી અને સાવિત્રીને ચઢાવેલુ સિંદુર ત્રણવાર લઈને તમારા સેંથામા પૂરો. પછી વિધિપૂર્વક આરતી કરીને ભૂલ ચૂક માટે માફી માંગી લો. 
- ત્યારબાદ મહિલાઓ પોતાનુ વ્રત ખોલી શકે છે. વ્રત ખોલવા માટે વડની એક કૂંપળ અને 7 ચણા લઈને પાણી સાથે ગળી જાવ. 
- ત્યારબાદ પ્રસાદના રૂપમાં પુરી, ગુલગુલા, શક્કરટેટી વગેરેનુ સેવન કરો.