રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (13:07 IST)

રાજકોટ-ઉદયપુર વચ્ચે 21મીથી ડેઈલી ફ્લાઈટ

Indigo Orders 500 Jets
નાથદ્વારા જતાં ભાવિકો માટે ખુશખબર, રાજકોટ-ઉદયપુર વચ્ચે 21મીથી ડેઈલી ફ્લાઈટ
 
રાજકોટથી -નાથદ્વારા જતા ભાવિકો માટે ખુશખબરા .  ધંધાર્થે ઉદયપુર અને દર્શન માટે નાથદ્વારા જતાં લોકો માટે તા.21 ઓગસ્ટથી ફલાઈટ શરૂ કરવા જઈ રહી છે
 
તા.21 ઓગસ્ટથી રાજકોટ અને ઉદયપુર વચ્ચે ઈન્ડીંગો એરલાઈન્સ નિયમિત ફલાઈટ શરૂ કરવા જઈ રહી છે. આ માટે ફલાઈટનું શેડયુલ જાહેર થઈ ગયું છે અને ટિકીટનું બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવેલ છે.
 
આ ફ્લાઈટ સવારે 8:40 વાગ્યે રાજકોટથી ઉપડશે અને 9:55 કલાકે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી સવારે 10:15 વાગ્યે ઉપડી 11:30 કલાકે રાજકોટ પહોંચશે. ઈન્ડિગો એરલાઈન્સે શેડ્યૂલ જાહેર કર્યું, આ ફલાઈટનું વન-વે ભાડું રૂા.2800 છે.