1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (23:23 IST)

રાજકોટથી ઝડપાયેલા ત્રણ શંકાસ્પદ આતંકીઓ કોઈ કાવતરું કરે તે પહેલા ATSએ ઝડપી પાડ્યા

Rajkot terrorists arrested
Rajkot terrorists arrested
અમન ઓનલાઇન માધ્યમ દ્વારા ઓટોમેટીક હથિયાર ઓપરેટ કરવાની તાલીમ મેળવતો હતો
 
ટેલીગ્રામ અને કનવરસેશન એપ્લીકેશનના માધ્યમથી મુઝમ્મીલ નામની વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા
 
Rajkot ATS -  ગુજરાત ATSના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને ગુપ્ત બાતમી મળેલ કે પશ્ચિમ બંગાળના વતની અમન સિરાજ, શુકર અલી ઉર્ફે અબ્દુલ્લા અને શેફ નવાઝ નામના માણસો હાલમાં રાજકોટ સોની બજારમાં નોકરી કરે છે અને આ ત્રણેય ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા છે. રાજકોટમાં આ સંગઠનનો પ્રચાર કરે છે. તેઓ રાજકોટમાં રહેતા બંગાળના અન્ય યુવાનોને આ સંગઠનમા જોડાવવા પ્રેરિત કરે છે. તેઓ કોઇક કારણસર હથિયારો પણ ખરીદ કરવાની કોશિશ કરે છે. આ બાતમીને આધારે ATSની ટીમે હ્યુમન અને ટેકનિકલ વોચ રાખી હતી. ATSની ટીમ દ્વારા ગઈ કાલે અબ્દુલ શુકરઅલી, અમન મલીક તથા શૈફ નવાઝને ડીટેઇન કરીને પૂછપરછ કરવામાં આવી હતી. 
 
ઉશ્કેરણીજનક જનક સાહિત્ય અને વીડીઓ મેળવતો
ATSને આ ત્રણ આરોપીઓની વિગતવાર પુછપરછમાં જાણવા મળ્યું હતું કે અમન અંદાજે એકાદ વર્ષથી ટેલીગ્રામ એપ્લીકેશનના માધ્યમથી તેના વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને ફુરસાન નામની ઓળખ ધારણ કરનાર વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યો હતો. આ વ્યક્તિઓના પ્રેરિત કરવાથી અલકાયદા સંગઠનમાં જોડાયો હતો. ત્યારબાદ આ ઇસમો સાથે કનવરસેશન એપ્લીકેશનના માધ્યમથી ઉશ્કેરણીજનક જનક સાહિત્ય અને વીડીઓ મેળવતો હતો તેમજ ઓનલાઇન માધ્યમ દ્વારા ઓટોમેટીક હથિયાર ઓપરેટ કરવાની તાલીમ મેળવતો હતો. તે ટેલીગ્રામ અને કનવરસેશન એપ્લીકેશનના માધ્યમથી મુઝમ્મીલ નામની વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો હતો. 
 
ઓનલાઈન હથિયારની તાલિમ અંગેનું સાહિત્ય મળ્યું
જે વ્યક્તિ અમનને જિહાદ તેમજ હિજરત માટે પ્રેરિત કરતો હતો અને તેના થકી કોઇ મોટા કામને અંજામ આપવા માટે કંટ્રી મેડ સેમી ઓટોમેટીક હથિયાર ખરીદેલ હતુ. અમને પોતાની સાથે પરિચિત સુકુર અલી અને સૈફ નવાજ જેઓ આ પ્રકારની માનસિકતા ધરાવતા હોય તેઓને અલકાયદામાં જોડ્યાલ હતાં. આ ત્રણેય આરોપીઓ પોતાના પરિચિત અન્ય બંગાળી કારીગરોને પણ સંગઠનમાં જોડાવા પ્રેરીત કરતા હતા. આરોપીઓ પાસેથી એક કંટ્રી મેડ સેમી ઓટોમેટીક પિસ્તોલ અને 10 કારતુસ મળી આવ્યા છે તેમજ તેમની પાસેથી 05 મોબાઇલ ફોન મળી આવેલ છે જેમાં અલગ અલગ સોશિયલ મીડિયા મેસેજિંગ એપના માધ્યમથી મેળવેલ ઉશ્કેરણીજનક સાહિત્ય, વીડિયો, ફોટો, ચેટ તેમજ ઓનલાઈન હથિયારની તાલિમ અંગેનું સાહિત્ય મળી આવ્યું છે.