શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રાજકોટઃ , મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (12:56 IST)

રાજકોટમાં ATSનું ઓપરેશન, આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ

rajkot ats opration
rajkot ats opration
છેલ્લા છ મહિનાથી શહેરના સોની બજારમાં કારીગર તરીકે કામ કરતાં હતાં
ATSને ત્રણેય પાસેથી પિસ્તોલ અને 10 કારતૂસ મળ્યા
 
Rajkot ATS Operation- તાજેતરમાં જ અમદાવાદમાંથી અલકાયદા સાથે સંકળાયેલા શખ્સોને ATSએ ઝડપી પાડ્યા હતાં. હવે રાજકોટમાં ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના સોની બજારમાં કારીગર તરીકે રહેતાં અને અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 
 
સોની બજારમાંથી ત્રણ શખ્સોની ધરપકડ
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના સોની બજારમાં છેલ્લા છ મહિનાથી કારગીર બનીને રહેતાં ત્રણ શખ્સો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા હોવાની ATSને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતાં શહેરના સોની બજારમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે. 
 
ATSને પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યાં
ATSના ગુપ્ત ઓપરેશનમાં એવું સામે આવ્યું છે કે, આ ત્રણેયને ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા છ મહિનાથી રાજકોટના સોની બજારમાં કારીગર તરીકે કામ કરતાં હતાં. તેમની પાસેથી ATSને પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યાં છે. આ શખ્સો પશ્ચિમ બંગાળથી રાજકોટ આવ્યાં હતાં. તે ઉપરાંત તેઓ બાંગ્લાદેશમાંથી ભારતમાં પ્રવેશ્યા હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે.