Vadodara Mass Suicide - વડોદરામાં રહેતા પરિવારનો સામૂહિક આપઘાત, માતા-પુત્રનું મોત, પિતા સારવાર હેઠળ
આર્થિક તંગીને કારણે વડોદરામાં એક જ મહિનામાં બીજો સામુહિક આપઘાતનો કિસ્સો બનવા પામ્યો છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આધેડ સહિત પત્ની અને પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા પિરામિતર રોડની કાછીયા પોળ ખાતે ભાડાના મકાનમાં રહેતા પંચાલ પરિવાર એ સામૂહિક આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે.જો કે સામૂહિક આત્મહત્યા છે કે અન્ય કશું બનાવ બન્યો છે તે તો પોલીસ તપાસમાં બહાર આવશે પરિવારમાં પુત્ર મિતુલ પંચાલ ગળે ફાંસો ખાયેલી હાલતમાં મળી આવ્યો છે તો માતાનો મૃતદેહ ઘરેથી મળી આવ્યો છે.પરિવારના મુખ્ય સભ્ય એવા મુકેશ પંચાલે પોતાના જાતે ઝેર પી ત્યારબાદ દાઢી કરવાની બ્લેડ મારીને ઇજા કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.જેઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મુકેશ પંચાલ કાછીયા પોળમાં પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. જ્યારે ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે સાડા છ કલાકે તેઓએ ઘરમાં થી બચાવો બચાવોની બુમો પડતા પાડોશીઓ દોડી આવ્યા હતા. જ્યાં જઈને જોતા પુત્રે ગળે ફાંસો ખાધો હતો અને માતાનો મૃતદેહ જમીન પર પડેલો હતો.જ્યારે મુકેશ પંચાલ પોતે લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. સમગ્ર મામલાની તપાસ માટે નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની પહોંચ્યા હતા અને એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે.પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે શું કારણ છે અને કયા કારણસર આ બનાવ બન્યો છે
વડોદરામાં પંચાલ પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. ઘરમાંથી પોલીસને સ્યૂસાઈડ નોટ મળી આવી છે. સૂત્રો પાપ્ત વિગતો મુજબ પંચાલ પરિવારને આજે મકાન ખાલી કરવાનું હતુ અને મકાન ખાલી કરવાની ચિંતામાં પરિવારે આપઘાત કર્યો છે. એક મહિના પહેલા રાજુ પાંસેરિયા પાસેથી વિવેક સિંહાએ મકાન ખરીદ્યુ હતુ અને મકાન માલિકે પંચાલ પરિવારને મકાન ખાલી કરવા એક મહિનાનો સમય આપ્યો હતો