મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 24 જુલાઈ 2018 (12:45 IST)

બાળકોમાં સંપત્તિનો ભાગલો ના પડે એટલા માટે પતિએ પત્ની ની સામે જ માસૂમને નદીમાં ફેંકી દીધો

ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં એક પિતા દ્વારા પોતાના માસૂમને નદીમાં ફેંકી ને મારી નાખવાનું એક ખૂબ જ હેરાન કરી દેવા વાળો કિસ્સો સામે આવ્યો છે. જાણકારી નું માનીએ તો સુરતમાં રહેવાવાળા નીશીત પટેલે પોતાના માસુમ દીકરાને માત્ર આ વાત માટે નદીમાં ફેંકી દીધો.કારણ કે એને એ વાતની ચિંતા હતી કે તેના બે દીકરાઓ માં સંપત્તિ બે હિસ્સામાં વહેંચાઈ જશે.


આરોપી પિતાને હિરાસતમાં લઈને પૂછતાછ કરવામાં આવી તો તેણે સ્વીકાર કર્યો  કે પત્ની બ્રીના પટેલ ની સામે તેમણે પોતાનો અઢી વર્ષનો દીકરો નીવ ને નદીમાં ફેંકી દીધો.પોલીસે જણાવ્યું કે નિશીત સુરતના વણેસા ગામ નો વતની છે.


પોલીસે નિશિત ને શુક્રવારે કોર્ટમાં હાજર કર્યો, જ્યાં તેને પાંચ દિવસ ની  પોલીસ હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે.પોલીસ સતત પાંચ દિવસથી નદીમાં ફેંકી દીધેલા બાળક નીવ ની તલાશ કરી રહી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ પતો હાથ લાગ્યો  નથી.


લવ યુ દીકરા અને જય શ્રી કૃષ્ણ કહીને નદીમાં ફેંક્યો


પૂછપરછ માં  જાણવા મળ્યું કે આરોપી પિતાએ પોતાના કબૂલ નામા માં જે વાત કહી તે ખૂબ જ ચોંકાવી દેવા વાળી હતી.તેણે જણાવ્યું કે તે બીજા સંતાનના રૂપમાં દીકરી ચાહતો હતો અને તે ન તો ઈચ્છતો કે તેની સંપત્તિ બે હિસ્સામાં વેહચાય અને જ્યારથી નીવ નો જન્મ થયો ત્યારથી તે આજ ચિંતામાં ડૂબ્યો રહેવા લાગ્યો.અને અંતે નીશીત ના મનમાં નીવ ની હત્યા કરવાનો પ્લાન આવ્યો. હત્યા વિશે વિચારતા પંદર દિવસથી તે ખૂબ જ પરેશાન રહેતો હતો.આખરે તે પતિ-પત્ની પોતાના નાના બાળક નીવ ને નદી દેખાડવાના ને બહાને કાર લઈને બારડોલી પહોચ્યા.


પહેલા તે બાળકને લઈને બાલમંદિર ગયા પણ ત્યાં ભીડભાડ જોઈને તે પોતાના દીકરાને લઈ કારમાં નેશનલ હાઈવે ૫૩ પર ગયા.બારડોલીના નાંદીડા ગામ ની પાસે મીંઢોળા નદી પર બનેલા પુલ પર નીવ ને નદી બતાવવા લઈ ગયા.


તેમણે જણાવ્યું કે નીવ ને ઠંડી લાગવા માંડી એટલે તેમણે તેને પ્લાસ્ટિકના બોરમાં લપેટી દીધો અને તે પોતાની પત્ની બ્રીના અને પોતાના દીકરાને લઈ પુલ પાસે પહોંચ્યા અને નીવ ને નદીના તેજ વહેણમાં ફેકી દીધો.