સંબંધિત સમાચાર
- મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ભડકો, 24 કલાકમાં આશરે 50000 નવા કેસ સામે આવ્યા
- ખુશખબર: હવે મુસાફરી પણ અનામત વિના થઈ શકે છે, રેલવે 5 એપ્રિલથી 71 અનરક્ષિત ટ્રેનો શરૂ કરશે
- આબુ રોડથી ટ્રેક્ટર યાત્રા યોજીને ગુજરાત આવશે ખેડૂત નેતા રાકેશ ટીકૈત, કોગ્રેસે આપ્યું સમર્થન
- ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ફતેપુરાના બલૈયામાં કોરોના વધતાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવાયુ
- અમદાવાદની મેટ્રો કોર્ટમાં કોરોનાનો પગપેસારો, કુલ 15 લોકો પોઝિટિવ આવ્યા
સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્યમાં ધો 1 થી 9 ની શાળાઓ બંધ કરવાનો કડક આદેશ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.
રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ ને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.
