સંબંધિત સમાચાર
- કેરલમાં ભારે વરસાદથી મચી તબાહી, કોટ્ટયમમાં ભૂસ્ખલનને કારણે લગભગ દસ લોકો થયા ગાયબ, રાજ્ય સરકારે વાયુસેનાની માંગી મદદ
- મહેન્દ્ર સિંહ ધોની IPL 2022માં રમશે અને પીળી જર્સી પહેરીને રમશે
- અમદાવાદમાં 'ઉડાન' બસ સેવા, દર 15 મિનીટે બસ મળશે
- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગઢડા સ્વામિનારાયણ મંદિરની કરી મુલાકાત
- કેવડિયા પ્રવાસીઓ માટે 5 દિવસ બંધ: PM મોદીના આગમનને લઇને 28 ઓક્ટો.થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો બંધ રહેશે
કેરળઃ વરસાદી સ્થિતિ પર શાહના આદેશ
કેરળમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. મૂશળધાર વરસાદના કારણે 9 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ગૂમ થયા છે. વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદની સૌથી વધુ અસર કુટ્ટીક્કલ (Koottickal), કોટ્ટયમ (Kottayam), ઈડુક્કી (Idduki) અને કોક્કયર (Kokkayar)માં થઈ છે.
કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એ ઉપરાંત ભૂસ્ખલનની ઘટના પણ બની હતી. વરસાદી અકસ્માતોના કારણે છ લોકોનાં મોત થયા હતા. તે સિવાય ૧૨ જેટલાં લોકો લાપતા બનતા તેમની ભાળ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાહત કામગીરી માટે રાજ્ય સરકારે સૈન્યની મદદ લીધી છે. કેરળના કોટ્ટાયમ, ઈડુક્કી સહિતના પાંચ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પદનમટિટ્ટા, એર્નાકુલમ, કોટ્ટાયમ, ઇડુક્કી, ત્રિશૂરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રેડ એલર્ટ આગામી બે દિવસ માટે જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓ ત્રિવેન્દ્રમ, કોલ્લમ, અલ્પુલા, પલક્કડ, મલપ્પુરમ, કોલિકોડ અને વાયનાડ છે જેના પર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પરિસ્થિતીને જોતા ગૃહમંત્રી અમિતશાહે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ વરસાદ અને પૂરની સ્થિતી પર નિરિક્ષણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને શક્ય બને તેટલી મદદ કરી છે. બીજી તરફ બચાવ કાર્યોમાં પણ એનડીઆરએફની ટીમોને મોકલી દેવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યુ કે સૌ કોઈ સુરક્ષીત રહે તેવી અમે પ્રાર્થના કરી રહ્યા છે.
ये भी पढ़ें
