શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 17 ઑક્ટોબર 2021 (16:56 IST)

મહેન્દ્ર સિંહ ધોની IPL 2022માં રમશે અને પીળી જર્સી પહેરીને રમશે

આઈપીએલ 2022 ની હરાજીમાં, તે મહેન્દ્ર સિંહ ધોની માટે જ તેના પ્રથમ રીટેન્શન કાર્ડનો ઉપયોગ કરશે. આ પહેલા ધોનીએ આઈપીએલ 2021 નો ખિતાબ જીત્યા બાદ હર્ષ ભોગલે સાથેની વાતચીતમાં આઈપીએલ 2022 (IPL 2022)માં તેના રમવાના સંકેત પણ આપ્યા હતા. હર્ષના સવાલ પર ધોનીએ કહ્યું હતું કે, તે અત્યારે આવું કંઈ કરવા જઈ રહ્યો નથી. 
 
આઈપીએલ 2021માં ચેન્નઈ સુપર કિંગ્સને ચોથી વખત વિજેતા બનાવારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સીએસકેના ઓફિસિયલે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, ઓક્શનમાં પ્રથમ રીટેંશન કાર્ડ ધોની માટે વપરાશે.માહી ફરી એકવાર આગામી વર્ષે CSK ની કેપ્ટનશિપ કરતા જોવા મળી શકે છે. આઇપીએલમાં ગયા વર્ષથી ધોનીનું બેટ લગભગ શાંત છે. જે પછી આવતા વર્ષે પીળી જર્સીમાં તેના દેખાવ અંગે અટકળોનો રાઉન્ડ શરૂ થયો હતો. જોકે કેપ્ટન કૂલે આ વખતે પોતાનું ચોથું આઈપીએલ ટાઇટલ જીતવાની સાથે જ લગભગ તમામ અટકળો પર પડદો પાડી દીધો છે.મેચ બાદ કોમેન્ટેટર હર્ષ ભોગલે ધોનીને આવતા વર્ષે CSK ના કેપ્ટન તરીકે પરત ફરવા પર એક પ્રશ્ન પૂછ્યો હતો. જવાબમાં ધોનીએ કહ્યું, "પ્રશ્ન એ નથી કે હું આવતા વર્ષે ચેન્નાઈ માટે રમીશ કે નહીં. પ્રશ્ન એ છે કે ટીમ માટે શું શ્રેષ્ઠ છે. આપણે એવી ટીમને જોવાની છે જે તેને આગામી દસ વર્ષ આગળ લઈ જઈ શકે. ટીમના હિતમાં શું છે તે આપણે જોવાનું છે."આ પછી ભોગલે ધોનીને કહ્યું કે 'તમે ચેન્નઈની ટીમ માટે એક વિશાળ વારસો પાછળ છોડી રહ્યા છો.' તેના જવાબમાં ધોની તરત જ હસી પડ્યો અને કહ્યું, "મેં હજી છોડ્યું નથી." ધોનીને આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એવી અપેક્ષા છે કે તેની આઈપીએલની સફળતા સાથે, તે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપમાં પણ ખિતાબ મેળવવામાં મદદ કરી શકશે.