કેવડિયા પ્રવાસીઓ માટે 5 દિવસ બંધ: PM મોદીના આગમનને લઇને 28 ઓક્ટો.થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો બંધ રહેશે

Last Modified રવિવાર, 17 ઑક્ટોબર 2021 (13:07 IST)
31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં હાજર રહેવાના હોય ત્રણ દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. દર વર્ષની જેમ પ્રોટોકોલ મુજબ ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે.
30 ઓક્ટોબરે સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ ને સલામી અપાશે.

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થનાર છે.આ પણ વાંચો :