1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (18:44 IST)

વડોદરામાં મેયર અને PI સામસામે, મેયર સાથે જાહેરમાં બોલાચાલી કરતા પીઆઇની તાત્કાલિક બદલી

Mayor and PI face off in Vadodara
ગુજરાતની પોલીસને પોતાના કામ કરતા બીજા કામો કરવાનો શોખ જાગ્યો લાગે છે. સુરતમાં યુનિવર્સિટીના ગરબામાં ગેરકાયદેસર ઘૂસવા ગયેલી પોલીસે ભારે અપમાન સહન કરવું પડ્યું હતું. વિશ્વામિત્રી પદયાત્રા કાર્યક્રમ વખતે PIએ મેયરને પોલીસ કમિશનરની ખુરશી માટે જગ્યા રાખવા ટકોર કરી હતી, મેયરે સામે જવાબ આપી દેતા પીઆઇ ગુસ્સે ભરાયા હતા અને તમે ચૂપચાપ બેસી રહો તેમ કહી મેયર સાથે જાહેરમાં બોલાચાલી કરી હતી.
 
હવે વડોદરામાં પણ પોલીસે દોઢ-ડહાપણ કરતા અધિકારીઓની બદલી કરવી પડી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીને પુનઃ જીવિત કરવાના હેતુ સાથે નીકળેલી વિશ્વામિત્રી પદયાત્રા કાર્યક્રમ દરમિયાન રાવપુરા પીઆઇએ સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં વડોદરાના મેયરનું અપમાન કરી નાખ્યુ હતુ જેના પગલે પોલીસ કમિશનરે રાવપુરા પીઆઇની તાત્કાલિક બદલી કરીને કંટ્રોલ રૂમમાં મુકી દેવામા આવ્યા હતા
 
વડોદરાના વિશ્વામિત્રી કાર્યક્રમ દરમિયાન મેયર કેયુર રોકડિયા વિધિ કરી ખુરશી પર બેસી રહ્યા હતા ત્યારે અચાનક જ ત્યાં પોલીસ ઈન્સ્પેકટર આવે છે અને મેયર કેયુર રોકડિયા સામે ખુરશીને લઈ દલીલો કરે છે. તે કહે છે કે આ ખુરશી પોલીસ કમિશનર માટે છે ઊભા થઈ જાઓ. મેયરે વાત ન માનતા અભદ્ર વર્તન કરે છે. જાહેર કાર્યક્રમ હોવાથી મેયર ત્યાં શાંત પડી જાય પણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની પોલીસ કમિશનરને જાણ કરે છે. અને એક્શનના ભાગ રૂપે PIની બદલી કરી દેવામાં આવે છે