શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (15:30 IST)

ખાતરના ભાવને લઇ સંઘાણીની સ્પષ્ટ્તા, ક્યાંય ખાતર મોંઘુ મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે

ખેડૂતો માટે ઉપયોગી ખાતરનાં ભાવ વધારાને લઈને થોડા દિવસથી ઘણા બધા સમાચાર વહેતા થતાં અસમંજસતા જેવી સ્થિતિ થઈ હતી. એવામાં આજે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી સામે આવ્યા અને સમગ્ર મુદ્દા પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે કોઈ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી
 
IFCCO ખાતરમાં ભાવ વઘારો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, IFCCO NPK 10/26/26નો નવો ભાવ 1 હજાર 440 થયો છે જે પહેલાં 1 હજાર 175 રૂપિયા હતો. તો વળી IFCCO 12/32/16નો નવો ભાવ 1 હજાર 450 રૂપિયા થયો છે. આ ખાતરનો જૂનો ભાવ 1 હજાર 185 થયો છે. એક તરફ સરકાર ખાતરના ભાવમાં વધારો ન કરવાની વાતો કરે છે તો બીજી તરફ IFCCO દ્વારા ખાતરના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જો કે હજુ આ અંગે અસમંજસની સ્થિતિ સર્જાતા દિલીપ સંઘાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.