જ્યોર્જિયામાં ગુજરાતી યુવકનો ડંકો, રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે
અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન અને ગુજરાતી મૂળના કાર્તિક ભટ્ટની બે વર્ષ પહેલાં જ્યોર્જિયા બોર્ડ ઓફ એક્ઝામિનર્સમાં નિમણૂક કરવામાં આવી હતી. કાર્તિક ભટ્ટે આ અગાઉ કોબ કાઉન્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફટીમાં એનિમલ કંટ્રોલ ઓફિસર તરીકે 10 વર્ષ સુધી સેવાઓ આપી છે. તેઓ 2020માં અમેરિકન પ્રેસિડેન્ટના મોટરકેડમાં માનદ્દ ડ્રાઈવર તરીકે સેવા આપતા હતા.
અમેરિકાના જ્યોર્જિયાના સ્ટેટ લેબર કમિશનરની ચૂંટણીમાં ગુજરાતી મૂળના યુવક કાર્તિક ભટ્ટે ઉમેદવારી નોંધાવી છે. તેઓ રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અમેરિકાની જીડીપી અને તેની સામે જ્યોર્જિયાની જીડીપીની સરખી તુલના થઇ શકે તે રીતે અર્થતંત્ર માળખું કરવાનું તેમનું લક્ષ્ય છે. જ્યોર્જિયાને મોડેલ સ્ટેટ બનાવવાની નેમ છે.