શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (14:32 IST)

ત્યજી દેવા મામલે મહત્વનો ખુલાસો, બાળક શિવાંશ સચિન દિક્ષિતનો જ હોવાનો રિપોર્ટ

ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળામાં બાળકને ત્યજી દેવા મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે બાળક શિવાંશ અને સચિન દીક્ષિતનો DNA મેચ થયો ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળામાં બાળકને ત્યજી દેવા મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. બાળક શિવાંશ સચિન દિક્ષિતનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે, આ DNA માટે બાળકના દાંતના સેમ્પલ લેવાયા હતા તેમજ સચિન દિક્ષિતના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 
 
આરોપી સચિને પોતે પરણિત હોવાની હકીકત છુપાવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી સચિન અને મૃતક હિના એક અઠવાડિયું ફતેગંજમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. 21 જૂન 2021થી 30 જૂન 2021 સુધી બંને પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું. નોંધનીય છે કે, કોર્ટે આરોપી સચિનના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. 
 
બાપોદ પોલીસે સચીન દિક્ષિતનો કબજો અમદાવાદ પોલીસ પાસેથી મેળવ્યા પછી ગઈ કાલે શુક્રવારે દર્શનમ ઓએસીસ ખાતે આરોપીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ હત્યાના સ્થળ જી બ્લોકના 102 નંબરના મકાનમાં આરોપીને લઈને પહોંચી હતી. આરોપીને બેડરૂમ અને રસોડામાં લઈ જવાયો હતો.
 
રસોડામાં જે જગ્યાએ મહેંદીની લાશ બેગમાં મૂકીને સંતાડી હતી તે સ્થળે હજુ પણ લોહીના ડાઘ હતા. જ્યારે ડિકમ્પોઝ લાશની દુર્ગંધ હજુ મકાનમાં હતી. પોલીસે આરોપી સચીનને હત્યા સમયે દારૂ પીધો હતો કે કેમ તે અંગે પૂછ્યું હતું. પોલીસે સચિને ક્યાં હત્યા કરી હતી અને લાશને કેવી રીતે બેગમાં પેક કરી સંતાડી હતી તે અંગે પણ પૂછપરછ કરી હતી.
 
આરોપીને ફ્લેટની આસપાસની દુકાનો પર લઈ ગયા હતાં. તે વારંવાર કઈ દુકાનમાં જતો હતો અને કઈ દુકાનમાંથી ખરીદી કરતો હતો તે અંગે પણ પૂછપરછ કરી હતી. 2 કલાક ચાલેલા રિકન્સ્ટ્રક્શન બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો