શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (14:54 IST)

અંધશ્રદ્ધામાં ખેલાયો મોતનો ખેલ- ત્રણ સંતાનોની માતાને સાંકળ-ધોકાથી માર મારી ક્રૂર હત્યા કરી

દ્વારકા જીલ્લાના ઓખામઢી ગામે મેલી વિદ્યાના ચક્કરમાં એક યુવતીને સાંકળ અને ધોકા વડે  માર માર્યો અને ડામ પણ દીધામૃતકનાં પરિવારજન સહિત પાંચેક વ્યકિતની સંડોવણી ખૂલતાં પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. દેવભૂમિ દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી પ્રસરાવનારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર, દ્વારકાના ઓખામઢી ગામે એક ધર્મસ્થાન પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉં.વ. 25) નામની પરિણીતાને 'મેલું કાઢવા' માટે તેનાં પરિવારજન અને ભૂવાઓ સહિતના સાંકળ અને ધોકા વડે માર મારી શરીરે ડામ દેતાં ગંભીર ઇજાઓ થતાં રમીલાબેને દમ તોડયો હતો, 
 
બીજી બાજુ, મેલી વિદ્યાના ચક્કરમાં એક પરિણીતાની અમાનુષી હત્યાના બનાવને પગલે દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. ક્રૂર હત્યાના આ બનાવમાં મૃતકનો પરિવાર, ભૂવાઓની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.