સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (14:03 IST)

BPL પરિવારમાં કોરોનાથી મોત થયું હશે તો 3 વર્ષ સુધી 60,000 રૂપિયા હશે કેરલ સરકાર

તિરૂવનંતપુરમ: ગીરીબી રેખા નીચે જીવનનિર્વાહ કરનાર પરિવારમાં જો કોઇપણ વ્યક્તિનું કોરોના વાયરસના સંક્રમણથી મોત થાય છે, તો સરકર દર મહિને 5000 રૂઇપ્યા એટલે 3 વર્ષ માં 60,000 હજાર રૂપિયાની નાણાકીય સહાય આપશે. કેબિનેટએ આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. એએનઆઇએ ટ્વીટ કરીને કહ્યું કે બુધવારે મુખ્યમંત્રી કાર્યાલયે આ જાણકારી આપી. 
 
કેરલ સરકારે કહ્યું કે ગરીબી રેખા નીચે જીવનનિર્વાહ કરનાર એટલે કે બીપીએલ પરિવારોને અત્યારે જે પણ સરકારી મદદ મળી રહી છે. તે પહેલાંની માફક મળતી રહેશે. આ 5000 રૂપિયા તે આર્થિક મદદ વધારાની દર મહિને આપવામાં આવશે. સરકારે કહ્યું કે આગામી મહિને ત્રણ મહિના સુધી ગરીબ પરિવારના લોકોને મદદ મળતી રહેશે.  
 
કેરલ સરકારના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. યૂજર્સે કહ્યું કે શાનદાર નિર્ણય કર્યો છે. તમામ રાજ્યોને કેરલ સરકારના આ મોડલને ફોલો કરવું જોઇએ. જોકે કેટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે કેરલમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. દેશભરમાં જેટલા પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તેમાં અડધાથી વધુ કેસ ફક્ત કેરલમાંથી આવી રહ્યા છે. મોતના મામલે પણ કેરલ ટોચ પર છે. ગત 24 કલાકમાં કેરલમાં કોરોનાથી 123 લોકોના મોત થયા છે. 
 
એક દિવસ પહેલાં જ કેરલના મુખ્યમંત્રી પિનરરાઇ વિજયને જાહેરાત કરી હતી કે તેમની સરકારમાં 20 લાખ લોકોને રોજગારી આપશે. કહ્યું હતું કે અમે નવું બનાવવા માંગીએ છીએ. રાજ્યમાં અમારી સરકાર 20 લાખ નોકરીઓ આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. તેને ધ્યાનમાં રાખતાં એક વ્યાપક પ્રોજેક્ટ બનાવી રહી છે. 
 
તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર યુવાનો માટે રોજગારની તકો તૈયાર કરવા માટે વૈશ્વિક કંપની સાથે સહયોગ કરી રહી છે. પિનરાઇ વિજયને કહ્યું કે અમે કંપનીઓને કેરલમાં વધુ રોકાણ લાવવા, રાજ્યના પર્યટન, સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પણ આગ્રહ કરીએ છીએ.