ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (17:13 IST)

સૌરાષ્ટ્ર યુનિ.માં ફરી કૌભાંડ, વોટ્સએપ પર વિશેષ ગ્રુપ દ્વારા મનગમતા નામ આપ્યા હઓવાનો આરોપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની નિમણુકમાં વ્હાલા દવલાંની નીતિ અપનાવાતી હોવાને મામલે વિવાદ સર્જાયો છે,ભાજપના સિન્ડિકેટ સભ્યોએ ‘ખાસ’ ગ્રૂપ બનાવી મનગમતા નામો આપ્યાનું સામે આવતા જ યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તેમના દ્વારા ભરતીની પ્રક્રિયા રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી છે. જો કે હાલ તો સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા  છે. 
 
એક વોટ્સએપ ગ્રુપ બન્યું જેમાં સિંડિકેટ મેમ્બરોએ અલગ અલગ ભલામણોના નામ મુક્યા હોવાની ચર્ચા છે. અમૂક ભવનમાં તો સિંડિકેટ સભ્યો તો કેટલાકમાં હેડના માનિતાનું નામ જ અધ્યાપક તરીકે સિલેક્ટ થાય તે પ્રકારના પ્રયાસ થતા હોવાના આરોપો પણ છે. પ્રાધ્યાપકોની ફાઈનલ પસંદગીની યાદી આ સપ્તાહના અંતમાં સિંડિકેટની બેઠકમાં બંધ કવરમાં રજૂ થનાર છે. સૌથી મોટો આરોપ તો ઈંટરવ્યૂ માટે મેરિટ લીસ્ટને લઈને છે. કેમ કે યુજીસીએ 2016ની સ્કીમ પ્રમાણે અધ્યાપકોની ભરતી માટે મેરિટના ઉેમેદવારોને બોલાવવાના હોય છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ
 
2006ના જૂના નિયમ પ્રમાણે ઓપન ઈંટરવ્યૂ રાખી તમામને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો જેના કારણે આ ભરતીમાં મળતિયાઓને વગર મેરિટે પણ તક મળી હોવાના કૉંગ્રેસ તરફી સિંડિકેટ સભ્યો લગાવી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ ખુદ ભાજપના સ્થાનિક નેતા અને પડધરી ભાજપના યુવા પ્રમુખે પણ યુનિવર્સિટી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે.