શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 ઑક્ટોબર 2021 (10:50 IST)

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને જિગ્રેશ મેવાણીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બાદ દિલ્હી પહોંચ્યા

હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાઇ શકે છે. ગુજરાત વિધાનસભાની આવતાં વર્ષે યોજાનારી ચૂંટણીને લઇને તેમને આ મોટી જવાબદારી મળી શકે છે. હાર્દિક ઉપરાંત હમણાં જ કોંગ્રેસ સાથે વૈચારિક રીતે જોડાયેલા વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ કોંગ્રેસ કોઇ મોટું પદ આપી શકે તેમ છે.
 
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને જિગ્રેશ મેવાણીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બાદ દિલ્હી પહોંચ્યા છે, ત્યારે તેમને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, મહત્વનું છે કે આગામી સમયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે બંને યુવા નેતાઓને ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું પદ કે મહત્વની જોવાબદારી મળી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. 
 
અહીં ઉલ્લેખનિય છે કે પાટીદાર આંદોલન બાદ હવે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે અને તે કોંગ્રેસના યુવા ચહેરો બન્યો છે આ ઉપરાંત હમણાં જ કોંગ્રેસ સાથે જોડાયેલા વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ હવે કોંગ્રેસનો ચહેરો બની ગયા છે, ત્યારે આ બંને નેતાઓને કોંગ્રેસ મહત્વની જવાબદારી સોંપે તેવું મનાઈ રહ્યું છે. 
 
કોંગ્રેસના કેટલાંક સિનિયર નેતાઓ માને છે કે ભરતસિંહ સોલંકીને જ કોંગ્રેસ પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો હોય અને હાર્દિક તથા જિગ્નેશને આ નિર્ણયની જાણ કરવા માટે બોલાવાયા હોય તેવી શક્યતા છે.