ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 ઑક્ટોબર 2021 (15:10 IST)

અમદાવાદમાં 'ઉડાન' બસ સેવા, દર 15 મિનીટે બસ મળશે

Ahmedabad New 5 Bridge
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર અને સૌરાષ્ટ્રભરના વિમાનયાત્રીઓ કે જેઓ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જવા ઈચ્છે છે એવા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું છે. વિદેશ જવા ઈચ્છતા અને ઘરેલું વિમાનસેવા માટે એરપોર્ટ સુધી પહોચવા ટ્રાફિકમાંથી પસાર થઈને જવું પડે છે, જેના માટે ફ્લાઈટના કલાકો પહેલા નીકળી જવું પડે છે. પણ હવે આ વિમાનયાત્રીઓ માટે સારા સામચાર છે. ઇસ્કોન ક્રોસ રોડથી એરપોર્ટ સુધી BRTS બસ સેવા ફરીથી શરૂ કરવા જઈ રહી છે.
 
BRTSની ઉડાન સેવા (BRTS Udan Seva) અંતર્ગત હવે ઇસ્કોન ક્રોસ રોડથી અમદાવાદ એરપોર્ટ સુધી BRTS બસ દોડશે. આ બસસેવામાં નવી ઇલેક્ટ્રિક બસો દોડશે. આ બસસેવ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બસ મળશે. ઇસ્કોનથી દર 15 મીનીટે બસ મળશે, એ જ રીતે એરપોર્ટથી ઇસ્કોન સુધી આ બસ દોડશે.
 
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઉડાન નામથી નવી બસ સેવા સોમવારથી ચાલુ કરવામાં આવી રહી છે. આ બસ ઈસ્કોન ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ સુધી દોડશે. આ ઈલેક્ટ્રીક બસ  સેવાનો પ્રારંભ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટથી શરૂ થશે. CCTV કેમેરાથી સજ્જ હાઈ એન્ડ એસી બસ સવારે 6 કલાકથી રાત્રે 11 વાગ્યા સુધી ઓપરેટ કરાશે.