શુક્રવાર, 28 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (11:35 IST)

પાટણમાં હિટ એન્ડ રન- પુરપાટ ઝડપે જતી કાર ઝૂંપડપટ્ટીમાં ઘૂસી, કપડાં ધોતી યુવતી અને ખાટલામાં સુતેલા વૃદ્ધનું મોત

patan hit and run case
પાટણમાં હિટ એન્ડ રન પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર ગુરુવારે સવારે 8 વગ્યા આસપાસ બેકાબૂ આવી રહેલી માર્શલ ગાડીના ચાલકે પોતાના સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી રસ્તા ઉપરથી ઉતરીને પૂરઝડપે અન્નપૂર્ણા સોસાયટીની બાજુમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. બહાર બેઠેલા 60 વર્ષના એક વૃદ્ધ અને ઘરની બહાર બાંથરૂમમાં કપડાં ધોઈ રહેલી 21 વર્ષની યુવતીને હડફેટે લઈ ફંગોળયા હતાં. ગાડીએ અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયાં હતાં.
 
મૃતક
1 - સહિસ્તા દાદામીયા સૈય
દ (ઉ.વ 20)
2 - દિલાવર ભાઈ રશીલ બલોચ (ઉ.વ 60)