મારી ગ્લેમરસ તસ્વીરો જોઈને પપ્પાને લાગે છે વિચિત્ર, Disha Patani એ શેયર કર્યુ ફિલિંગ્સ

Photo : Instagram
Last Modified બુધવાર, 21 એપ્રિલ 2021 (14:51 IST)
દિશા પટાની
બોલીવુડની ખૂબસૂરત એક્ટ્રેસેજમાંથી એક માનવામાં આવે છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ લુક માટે ઘણી ચર્ચામાં રહે છે.
સોશિયલ મીડિયા પર તેની તસ્વીરોને ફેંસ ખૂબ પસંદ કરે છે. તેની ફેમિલી પણ ઈંસ્ટા પર પોસ્ટ તસ્વીરોને લઈને ખૂબ સહજ હોય છે. પણ ક્યારેક ક્યારેક તેની કેટલીક ગ્લેમરસ તસ્વીરો તેના પપ્પાને ગમતી નથી. આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ પોતાના તાજેતરનાં એક ઈંટરવ્યુમાં કર્યો છે. દિશાએ જણાવ્યુ કે તેનો પરિવાર ખૂબ જ કુલ માઈંડેડ છે. તે જ્યારે પણ પોતાનુ ફોટોશૂટ કરાવે છે તો એ તસ્વીરોને ફેમિલી સાથે શેયર પણ કરે છે. આ તસ્વીરોને જોઈને તેના પિતા થોડા અસહજ થઈ જાય છે.
દિશા આ સાથે જ એ પણ કહે છે કે તેની માતા ઈસ્ટાગ્રામ પર બીજા નામથી હાજર છે. અને તેની બધી તસ્વીરો જોતી રહે છે. ઉલ્લેખનીય છે કે દિશા અનેકવાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રોલ પણ થઈ ચુકી છે.

હાલ દિશા પટાની પોતાની આવનારી ફિલ્મ ભારતને લીને ખૂબ જ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા રજુ થયેલ અ અફિલ્મનુ એક ગીત સ્લો મોશનમાં દિશા અને સલમાનની કેમેસ્ટ્રીના ફેંસ ઘણા વખાણ કરી રહ્યા છે.
આ ગીતમાં દિશા સલમાનને કિસ કરતી જોવા મળી હતી.
ત્યારબાદ તે મીડિયામાં ઘણી છવાયેલી રહી. ભારતમાં દિશાનુ નાનકડુ જ પાત્ર છે પણ તેને લઈને તે ચર્ચામાં છે.

ભારત ફિલ્મમાં દિશા પટાની ઉપરાંત કેટરીના કેફ, તબ્બુ, જૈકી શ્રોફ અને હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવર જેવા કલાકારોએ પણ કામ કર્યુ છે.
આ સાથે જ ટાઈગર શ્રોફ સાથે તેના અફેયરના સમાચાર પણ ફેલાયેલા હતા. જો કે હજુ બંનેયે આ વાત પર કોઈ સ્પષ્ટીકરણ આપ્યુ નથી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે તેણે એ માન્યુ હતુ કે તે ટાઈગરને પસંદ કરે છે.આ પણ વાંચો :