શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (12:11 IST)

પાટણમાં પાડોશી મહિલાએ 11 વર્ષની બાળકી ઉકળતા તેલમાં હાથ નાખ્યા

11 વર્ષને બાળકી બૂમાબૂમ કરતી રહી પણ આ મહિલાને અમાનુષી અત્યાચાર ચાલૂ રાખ્યા. પાટણના સાંતરલપુરના માનવાતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. એક મહીનાએ 11 વર્ષંની માસૂમના ઉકળતા તેલ તેલમાં હાથ નખાવી સત્યના પારખા કરાવ્યાં છે. જેમાં બાળકીને હાથના ભાગે દાઝી જતા તેને સાંતલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.  
 
બાળકી બૂમાબૂમ કરતી રહી છતાં આ મહિલાએ તેની પર અમાનુષી અત્યાચાર કરવાનું ચાલુ જ રાખ્યું
મહત્વનું છે કે, પાટણના સાંતલપુરમાં અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો આ એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. વિકાસશીલ ગુજરાતમાં હજુ પણ લોકો કેવાં વહેમમાં જીવે છે તેનો આ પુરાવો આપતો કિસ્સો સામે આવ્યો છે. મહત્વનું છે કે, આ ક્રૂર કૃત્ય દરમ્યાન બાળકી બૂમાબૂમ કરતી રહી પરંતુ માનવતા ભૂલેલી આ મહિલાએ તેની પર અમાનુષી અત્યાચાર કરવાનું ચાલુ જ રાખ્યું.
 
મહિલાએ બાળકીનો જમણો હાથ ગરમ તેલમાં નાંખ્યો હતો. જેથી બાળકીનો કાંડા સુધીનો આખો હાથ દાઝી ગયો હતો. જો કે, આ જોઈને બાદમાં આ મહિલા ત્યાંથી ભાગી ગઇ હતી. પરંતુ બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. બાદમાં આ બાળકીને સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.