Shravan maas 2025 start date: ક્યારથી શરૂ થઈ રહ્યો છે શ્રાવણ મહિનો, કેટલા આવશે શ્રાવણ સોમવાર ? જાણી લો તિથિ
Shravan maas 2025 start date:હિન્દુ કેલેન્ડર મુજબ, હાલમાં અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને જુલાઈ મહિનો છે. 25 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનો ભગવાન શંકરને ખૂબ પ્રિય છે. શ્રાવણ મહિનામાં, શિવભક્તો ભગવાન શંકરની પૂજા કરે છે. તેઓ તેમની ભક્તિમાં ડૂબેલા રહે છે. શ્રાવણ મહિનામાં ભોલેનાથની પૂજા અને સોમવારનો ઉપવાસ કરવાથી વિશેષ ફળ મળે છે. શ્રાવણ સોમવાર શિવની પૂજા માટે સૌથી શુભ અને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. જો તમે પણ શિવ ભક્ત છો, તો તમે ચોક્કસપણે જાણવા માંગશો કે આ વખતે શ્રાવણ મહિનો ક્યારે શરૂ થવાનો છે અને આ વર્ષે કેટલા શ્રાવણ સોમવાર આવવાના છે.
ક્યારે શરૂ થશે શ્રાવણ માસ 2025?
હિન્દુ ધર્મમાં શ્રાવણનો મહિનો ખૂબ જ પવિત્ર અને ખાસ માનવામાં આવે છે. આ વર્ષે 25 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ જશે અને પહેલો શ્રાવણ સોમવાર 28 જુલાઈના રોજ આવશે. સોમવારનો દિવસ શિવ ભક્ત ભોલેનાથની પૂજા કરે છે અને વ્રત રાખે છે. સોમવારનો દિવસ પણ શિવજી અને માતા પાર્વતીને સમર્પિત હોય છે. તેનાથી શિવજી પ્રસન્ન થઈને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. એવી માન્યતા છે કે આવુ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સંપન્નતા આવે છે. લગ્નજીવન પણ સુખી રહે છે. જો કુંવારી કન્યાઓ શ્રાવણ સોમવારનુ વ્રત રાખે છે, તો તેમને પોતાનો મનગમતો વર મળી શકે છે.
શ્રાવણ સોમવાર 2025 ની તારીખ
1. પહેલો શ્રાવણ સોમવાર - 28 જુલાઈ
2. બીજો શ્રાવણ સોમવાર - 4 ઓગસ્ટ
3. ત્રીજો શ્રાવણ સોમવાર - 11 ઓગસ્ટ
4. ચોથો શ્રાવણ સોમવાર - 18 ઓગસ્ટ
શ્રાવણ માસનુ મહત્વ
માન્યતા છે કે શ્રાવણ મહિનામાં પડનારા દરેક સોમવારે પૂજા પાઠ, વ્રત કરવાથી કિસ્મત ચમકી શકે છે. ભગવાન શિવજીનો આશીર્વાદ મળે છે. તેમની કૃપા કાયમ રહે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. શ્રાવણના મહિનામાં શંકર ભગવાનની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. દોષ અને કષ્ટ દૂર થાય છે.