સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 13 જૂન 2021 (11:54 IST)

Birthday Special- દિશા પટાણીએ ફિલ્મોમાં નામ કમાવવા માટે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો,

દિશા પાટની આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 13 જૂન 1992ને ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો. દિશાના પિતા જગદીશસિંહ પાટની પોલીસ અધિકારી છે જ્યારે તેની માતા એક હેલ્થ ઈંસ્પેક્ટર છે. ગ્લેમર વર્લ્ડમાં દિશાની રુચિ તેના માતાપિતાથી અલગ હતી અને આજે તે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે.
 
વચ્ચે છોડી અભ્યાસ 
દિશા પાટનીની મોટી બહેન ખુશ્બુ પાટની ભારતીય સેનામાં છે. તેની મોટી બહેનની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. દિશાએ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. તેમના શરૂઅતી અભ્યાસ બરેલીથી થયા તેને આગળ અમેટી યુનિવર્સિટીમાં એડમિશન લીધુ અને  બી.ટેક કરવાનું શરૂ કર્યું. જોકે, ગ્લેમર ઈંડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે તેણે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો.
તેલુગુ ફિલ્મમાં કેરિયરની શરૂઆત કરી 
દિશાએ 2015 માં તેલુગુ ફિલ્મ 'લોફર' થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તે જ વર્ષે, તેણે ટાઇગર શ્રોફ સાથે મ્યુઝિક વીડિયો 'બેફિકરા' માં કામ કર્યું હતું. બોલિવૂડમાં પહેલું બ્રેક  નીરજ પાંડેની 
'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' થી મળ્યું.  આ ફિલ્મ મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક હતી, જેમાં તે તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં હતી.
ટાઈગર સાથે નામ જોડાયા 
દિશાએ તેમના અત્યાર સુધીના કરિયરમાં  'બાગી 2', 'ભારત', 'મલંગ', 'બાગી 3' અને 'રાધે' જેવી ફિલ્મો કરી છે. અંગત જીવનની વાત કરીએ તો દિશાનું નામ ટાઇગર શ્રોફ સાથે સંકળાયેલું છે. બન્ને હમેશા સાથે ડિનર ડેટથી લઈને શૉપિંગ કરતા જોવાયા છે. પણ દિશા અને ટાઈમરમાંથી કોઈ તેમના સંબંધને કબૂલાત નથી કરી છે.