ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 11 જૂન 2021 (14:01 IST)

હોસ્પીટલથી ડિસ્ચાર્જ થયા પછી દિલીપ કુમારનો વીડિયો સામે આવ્યો, સાયરા બાનૂએ કહ્યુ- દુઆઓ માટે આભાર

dilip kumat hospitalised
દિલીપ કુમારને હોસ્પિટલમથી રજા મળી ગઈ છે. તે આશરે એક અઠવાડિયાથી હોસ્પીટલમાં દાખલ હતા. બોલિવૂડ સ્ટાર્સથી લઈને તેમના ફેંસ તેમના જલ્દી ઠીક થવાની દુઆઓ કરી રહ્ય હતા. દિલીપકુમારના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી, તેના પરિવારના મિત્ર ફૈઝલ ફારૂકીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. 
હોસ્પીટલના બહારનો વીડિયો સામે આવ્યો 
દિલીપકુમારનો હોસ્પીટલના બહારનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેને સ્ટ્રેચરથી એમ્બ્યુલન્સ તરફ લઈ જતા જોવાઈ રહ્યા છે. જ્યાંથી તેને ઘરે લઈ જવાયુ. સાયરા બાનો તેની સાથે જોવાઈ. ફોટોગ્રાફરોને જોઈને સાયરા બાનોએ હાથ પણ હલાવ્યો. 
 
સાયરા બાનોએ બધાનો આભાર માન્યુ 
દિલીપકુમારને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સાયરા બાનો ખૂબ ખુશ છે. તેણે કહ્યું, 'અમે બધા ખૂબ ખુશ છે. તેના ફેફસાંમાંથી પ્રવાહી દૂર થઈ ગયો. તે હવે ઘરે જઈ રહ્યો છે. અમે બધા સમર્થકોને તેમની પ્રાર્થના માટે આભારી છે.