સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , રવિવાર, 6 જૂન 2021 (23:04 IST)

ઓક્સીજન સપોર્ટ પર છે Dilip Kumar, બોલીવુડ કલાકારો જલ્દી ઠીક થવા માટે કરી રહ્યા છે પ્રાર્થના

Bollywood ના ટ્રેજેડી કિંગ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar)  માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે. સમાચાર મુજબ તેમને શ્વાસ લેવામાં તમલીફ થઈ રહી છે. આવામાં તેમના ફેંસથી લઈને બોલીવુડ કલાકારો પણ તેમના આરોગ્યને લઈને ચિંતિત છે. 
 
ઉલ્લેખનીય છે કે દિલીપ કુમારનુ સ્વાસ્થ્ય બગડતા રવિવારે તેમને મુંબઈના હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સ દિલીપ કુમારના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યુ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલીપ કુમારને ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને તેમને  bilateral pleural effusion (બાઈલેટરલ પ્લ્યૂરલ ઈફ્યુઝન ) ને કારણે આઈસીયૂમાં ઓક્સીજન સપોર્ટ પર મુકવામાં આવ્યા છે.