સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 12 જૂન 2021 (18:06 IST)

શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુંદ્રાથી થઈ નારાજ, Ex- કવિતા સાથે જોડાયેલો છે મામલો

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રા તાજેતરમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં આવી ગયા છે. રાજ કુંદ્રની એક્સ વાઈફ કવિતા કુંદ્રાએ એ ઈન્ટરવ્યુ દરમિયાન શિલ્પા પર પોતાના લગ્ન તૂટવાનો આરોપ લગાવ્યો હતો. બીજી બાજુ હવે કવિતાના આ આરોપ પર રાજે જવાબ આપ્યો છે. તેમણે કવિતા પર બેવફાઈનો આરોપ લગાવતા જણાવ્યુ કે તેની પાસેથી ડાયવોર્સ લેવાનુ અસલી કારણ શુ હતુ. આ દરમિયાન રાજે એ પણ જણાવ્યુ કે તેમની પત્ની શિલ્પા તેમનાથી નારાજ છે અને આ મામલો પણ રાજની એક્સ વાઈફ કવિતા સાથે જોડાયેલો છે. 
 
કવિતાએ ઈંટરવ્યુમાં શિલ્પા પર લગાવ્યો આરોપ 
 
રાજ કુંદ્રા અને કવિતા કુંદ્રાના 2006 માં છૂટાછેડા થયા હતા.  ત્યારબાદ રાજ કુંદ્રાએ 2009 માં શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા. બીજી બાજુ હવે જઈને રાજે કવિતા સાથેના તેના ડાયવોર્સને લઈને વિશે મૌન તોડ્યું છે. તે કહે છે કે કવિતાએ તેને દગો આપ્યો છે. રાજનો આરોપ છે કે કવિતાનું તેની બહેનના પતિ સાથે અફેર હતું. રાજનું કહેવું છે કે તેમણે કવિતા સાથે છુટાછેડા અને તેની બેવફાઈ પર જવાબ આપવાનો નિર્ણય કવિતા દ્વારા આપવામાં આવેલ એક જૂના ઈંટરવ્યુના વાયરલ થયા પછી કર્યો છે.  આ ઈંટરવ્યુમાં કવિતાએ શિલ્પાને છુટાછેડા માટે જવાબદાર ઠેરવી હતી. 
 
શિલ્પા કેમ થઈ નારાજ 
 
રાજનુ કહેવુ છે કે જ્યારે મે શિલ્પાને ફરીથી વાયરલ થઈ રહેલા જૂના આર્ટિકલ મોકલ્યા તો તે નહોતી ઈચ્છતી કે હુ તેને લઈને કંઈ પણ બોલુ. આ આર્ટિકલના વાયરલ  થવાની ટાઈમિંગે મને પરેશાન કરી નાખ્યા. આ શિલ્પાના બર્થડે પછી વાયરલ થઈ રહ્યા હતા. બહુ થઈ ગયુ હવે. શિલ્પા નારાજ છે કે મે મારા દિલની વાત કહી છે. પણ સત્ય તો બહાર આવવુ જોઈતુ હતુ ને.  રાજનુ કહેવુ છે કે હવે તે ખૂબ જ રિલેક્સ અનુભવી રહ્યા છે.