ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ. , મંગળવાર, 8 જૂન 2021 (10:04 IST)

HBD: શિલ્પા શેટ્ટીએ એક નાનકડી જાહેરાતથી કેરિયરની કરી હતી શરૂઆત, જન્મદિવસ પર જાણો 10 ખાસ વાતો...

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી  (Shilpa Shetty) આજે પઓતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીના ફૈંસ તેમને શુભેચ્છા આપી રહ્યા છે. શિલ્પા 46 વર્ષની વયમાં પણ આટલી યંગ અને હૉટ દેખાય છે.  તે છેલ્લા અનેક વર્ષોથી યોગ કરતી રહી છે. શિલ્પા શેટ્ટીનોજન્મ 8 જૂન 1975માં થયો. શિલ્પા બાળપણથી જ એક અભિનેત્રી બનવા માંગતી હતી. અભિનેત્રી 10મુ પાસ કર્યા પછી મોડેલિંગની દુનિયામાં આવી ગઈ. આવો જાણીએ શિલ્પના જન્મ દિવસે(Shilpa Shetty Birthday) તેની સાથે જોડાયેલ 10 વાતો. 
1. શિલ્પાને શેટ્ટીએ લિમ્કાની જાહેરાત દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેણે એક્ટિંગ કેરિયરની શરૂઆત 1993માં ફિલ્મ બાજીગર દ્વારા કરી. 
2. શિલ્પા શેટ્ટીને ડાંસ કરવો, રસોઈ બનાવવી અને યોગ કરવા ખૂબ પસંદ છે. શિલ્પા રસોઈ બનાવવાની સાથે-સાથે ખાવાની પણ ખૂબ શોખીન છે. તેને કરી રોટી, કોર્ન પુલાવ, ચિકન બિરયાની, સાઉથ ઈંડિયન ફુડ, પાનીપુરી, ઉપમા અને ઈડલી પસંદ છે. 
3. મીડિયા રિપોર્ટનુ માનીએ તો શિલ્પાએ એકવાર બતાવ્યુ હતુ કે તેમને ડ્રાઈવ કરવાનો ડર લાગ છે અને આ કારણે જ તે હંમેશા પોતાની સાથે એક ડ્રાઈવર રાખે છે. 
4. શિલ્પા શેટ્ટી 5 ફૂટ 10 ઈંચ લાંબી છે, તે બોલીવુડની સૌથી લાંબી અભિનેત્રીઓમાંથી એક છે. 
5. બોલીવુડમાં ખૂબ જ ઓછા એવા કલાકારો છે જેમની પાસે પોતાનુ પ્રાઈવેટ જેટ છે અને શિલ્પા અને રાજ કુંદ્રાની ગણતરી આવા કલાકારોમાં થાય છે. શિલ્પા શેટ્ટી આ જેટ સાથે પોતાની તસ્વીરો અને વીડિયો પણ શેયર કરે છે. 
6. શિલ્પા શેટ્ટીને કરાટે માં બ્લેક બેલ્ટ મળી ચુક્યો છે. શિલ્પા પોતાના ફિટનેસને લઈને ખૂબ એક્ટિવ રહે છે. 
7. 90ના દસકામાં શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર વચ્ચે અફેયરની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ, તેમણે પોતાના વિશે અને અફેયરના સમાચારો છાપવા બદલ એક મેગેઝીન વિરુદ્ધ કેસ કર્યો હતો. 
8. શિલ્પા શેટ્ટીને ફિલ્મ પરદેશી બાબૂ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનનો જી બોલીવુડ ગોલ્ડ એવોર્ડ પણ મળી ચુક્યો છે. 
9. શિલ્પા પોતાની નેટિવ ભાષા તુલૂ ની સાથે સાથે હિન્દી, ઈગ્લિશ, કન્નડ, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ પણ જાણે છે. 
10. શિલ્પા હોલીવુડ રિયાલિટી શો બિગ બ્રધરની વિજેતા પણ રહી ચુકી છે. હાલ શિલ્પા એક રિયાલિટી શો ને જજ કરે છે અને ફિલ્મ હંગામા 2 દ્વારા બોલીવુડમાં કમબેક કરી રહી છે.