બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (10:25 IST)

મામા અને ભાણી વચ્ચે સંબંધો વિશે જાણીને મામીના પગ નીચેથી જમીન સરકી ગઇ

રાજ્યમાં ગત થોડા સમય પહેલાં મહિલા પર થનાર અત્યાચારોની સંખ્યામાં ખૂબ વધારો થઇ રહ્યો છે. એવામાં અમદાવાદમાં એક પરણિતાએ પોતાના પતિની સામે મારઝૂડ, દહેજ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ હતી કે તેની ભાણી તેની ગેરહાજરીમાં ઘણીવારા મામા સાથે સૂઇ જાય છે. મામીને તેમના પર બેડ પર ભાણીના ઇનરવિયર પણ મળ્યા હતા, જેના પર જ્યારે પત્નીએ સવાલ ઉઠાવ્યા તો પતિએ તેમની સાથે મારઝૂડ કરી તેના પુત્રની સાથે ઘરમાંથી બહાર નિકાળી દીધા. 
 
વિસ્તૃત જાણકારી અનુસાર શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેનાર મહિલાના લગ્ન 2003 માં વડોદરામાં રહેનાર એક વ્યક્તિ સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ સુધી સતીશ પોતાની પત્નીને ખૂબ સારી રીતે રાખતો હતો પરંતુ તે તેને પરેશાન કરવા લાગ્યો હતો. સતીશ પોતાની પત્નીને હનીમૂન પર થયેલા 5 લાખ તેના પિયરથી પરત લાવવા માટે કહી રહ્યો હતો. પૈસા ન લાવતાં તેની સાથે મારઝૂડ કરતો હતો. આ ઉપરાંત મહિલાના જેઠ પણ તેની પર ખરાબ નજર કરતા હતા. 
 
ઘરના કામ માટે મહિલાએ જેઠ-જેઠાણી, નણંદ તથા ભણી તેમને ખૂબ પરેશાન કરતી હતી. જ્યારે પણ મહિલા પોતાના પિયર જતી તો તેની ભાણી તેની તિજોરીમાંથી પૈસા અને ઘરેણા નિકાળી લેતી હતી. જ્યારે આ વિશે તે પોતાના પતિને જણાવતી તો તે તેની સાથ મારઝૂડ કરતો હતો. આ દરમિયાન એકવાર પિયરથી પરત ફરતાં મહિલાને બેડરૂપમાંથી ભાણીના ઇનરવિયર મળ્યા હતા, આ વિશે જ્યારે મહિલાએ પતિને પૂછ્યું તો તેણે કહ્યું કે એસીનું બિલ ઓછું આવે એટલા માટે અમે સાથે સુતા હતા. આ ઉપરાંત ઘણીવાર ભાણી પોતાના મામા સામે ઓછા કપડાંમાં જતી અને માસિકની જાણકારી પણ આપતી હતી. 
 
જોકે જ્યારેપણ મહિલા પોતાની ભાણીની આ હરકત વિશે પ્રશ્ન કરતી તો તે તેની સાથે મારઝૂડ કરતો અને તેની સાથે ગાળાગાળી પણ કરતો હતો. અંતે ગત 3 જાન્યુઆરી 2020 માં પતિએ પોતાની પત્ની અને પુત્રને ઘરમાંથી બહાર તગેડી મુક્યા હતા. તેના લીધે હવે તેમણે સાસરી માટે કરવામાં આવેલા આ અત્યાચારના વિરૂદ્ધ પોતાના પતિ, જેઠ-જેઠાણી, નણદ નંણદોઇ અને ભાણી વિરૂ કેદ દાખલ કરાવ્યો હતો.