1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (10:01 IST)

સુરતીઓ એક જ દિવસમાં 8 કરોડ રૂપિયાની 1.30 લાખ કિલો ઘારી ખાઈ ગયા

ચંદી પડવાના દિવસ પહેલા જ શહેરમાં ઘારીની દુકાનો પર લાઈન લાગી જતી હોય છે. ચંદી પડવા માટે સુરતમાં દોઢ લાખ કિલો ઘારીનું માર્કેટ છે. જો કે, ચંદિ પડવા પહેલા જ શહેરમાં અંદાજે 1.30 લાખ કિલો ઘારી વેચાઈ ગઈ છે. અંદાજે 8.06 કરોડ રૂપિયાની સુરતમાં ઘારી વેચાઈ ગઈ છે.સુરતમાં 9થી 10 મહિનામાં જેટલી ઘારી વેચાય એટલી ઘારી એક જ દિવસમાં વેચાઈ ગઈ છે. બીજી તરફ આ વર્ષે મીઠાઈની દુકાનોમાં સુગર ફ્રિ ઘારી વધારે વેચાઈ રહી છે. અત્યાર સુધીમાં શહેરની તમામ મીઠાઈ શોપ મળીને અંદાજે 10 હજાર કિલો જેટલી સુગર ફ્રિ ઘારી વેચાઈ ગઈ છે. ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને સુમુલ ડેરી દ્વારા 5 હજાર કિલો સુગર ફ્રી ઘારી તૈયાર કરવામાં આવી હતી પરંતુ ચંદી પડવો આવે તે પહેલા જ તમામ સુગર ફ્રિ ઘારી વેચાઈ ગઈ હતી. શહેરમાં અંદાજે 10 હજાર કિલો સુગર ફ્રિ ઘારી વેચાઈ ગઈ છે. સુમુલ ડેરીએ ગત વર્ષે કુલ 80 હજાર કિલો ઘારી બનાવી હતી. જેમાં 1500 કિલો સુગર ફ્રિ ઘારી બનાવી હતી. જ્યારે આ વર્ષે કુલ 1 લાખ કીલો ઘારી બનાવી છે જેમાંથી 5 હજાર કિલો સુગર ફ્રિ ઘારી બનાવી છે. જોકે, ચંદી પડવો આવે તે પહેલા જ સુમુલની તમામ સુગર ફ્રિ ઘારી વેચાઈ ગઈ છે. સુગર ફ્રિ ઘારીની વધારે માંગ હોવાથી સુમુલ દ્વારા બીજી સુગર ફ્રિ ઘારી બનાવવાની તૈયારી શરૂ કરી દિધી છે.લોકોને ઘરે ઓર્ડર પૂરો પાડવા સુમુલ સહિતની અલગ અલગ મીઠાઈ શોપ દ્વારા આ વર્ષે ઘારીના ઓનલાઈન ઓર્ડર બુક શરૂ કર્યા છે. શહેરની મીઠાઈ શોપ દ્વારા ફૂડ ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓ સાથે ટાયપ કર્યુ છે. શહેરમાં અંદાજે 1 હજાર કિલો ઘારી ઓનલાઈન વેચાશે.