સંબંધિત સમાચાર
- Astro Upay- શુક્રવારે ખાશો આ સાત વસ્તુઓ તો પ્રેમ,સુખ અને ધન વધશે
- શુક્રવાર વિશેષ- ધનવાન થવા ઈચ્છો છો માત્ર 3 શુક્રવારે વાંચો 1 ચમત્કારિક મંત્ર
- Three Roti- આ કારણે થાળીમાં ક્યારેય એકસાથે નથી પીરસવામાં આવતી ત્રણ રોટલી
- બુધવાર ગણેશજીની પૂજામાં ધ્યાન રાખો આ વાતો
- આજે સંકટ ચોથ/સંકષ્ટ ચતુર્થી પર કરો આટલા કામ.. શ્રી ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ
જાણો છીંક આવવી ક્યારે શુભ અને ક્યારે અશુભ કહેવાય ?
છીંક આવવી એ શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે,પણ જૂના જમાનાથી એકાદ શુભ કાર્ય કરતી વખતે જો કોઈને છિંક આવે તો તેને અશુભ માનવામાં આવે છે.
છિંક આવવી ઘણા સ્થળે શુભ તો ઘણા સ્થળે અશુભ માનવામાં આવે છે. છીંક આવવી ક્યારે શુભ અને ક્યારે અશુભ કહેવાય છે તે નીચે આપેલી છે.
1. તમે ઘરમાંથી બહાર જતા હોય અને કોઈ છીંકે તો તમારા કામમાં અડચણ આવી શકે, એ વ્યક્તિ એક કરતા વધુ વાર છીંકે તો એ કામ સહેલાઈથી પુર્ણ થશે.
2. ઘરમાં આવેલ વ્યક્તિના જવાના સમયે કોઈ તેના ડાબી બાજુએથી છીંકે તો એક અશુભ સંકેત કહેવાય છે.
3. ખરીદી કરતી વખતે છીંક આવે તો ખરીદેલી વસ્તુઓનો ફાયદો થાય છે.
4. સૂતા પહેલા કે ઉંધીની ઉઠતા સમયે કોઈની છીંકનો અવાજ સાંભળવો એ અશુભ માનવામાં આવે છે.
5. નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે છીંક આવે તો એ ઘરમાં એ સમયે પ્રવેશ ન કરવો.
6. કોઈ બીમાર વ્યક્તિ દવા લેવા માટે જઈ રહ્યો હોય અને તેને છીંક આવે તો તે જલ્દી સાજો થઈ જાય છે.
7. જમતા પહેલા જો છીંકવાનો અવાજ સાંભળ્યો તો અશુભ કહેવાય છે