કોથમીર વડી
ખમંગ કોથમીર વડી
શ્રાવણ મહિનામાં સાંજની ચા સાથે અથવા ભોજનમાં સાઇડ ડિશ તરીકે ખમંગ કોથમીર વડી એકદમ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવામાં સરળ અને ચટપટી આ વડી પરિવારના દરેક સભ્યને પસંદ આવશે.
સામગ્રી
2 કપ બારીક સમારેલી કોથમીર
1 કપ બેસન
2 ચમચી ચોખાનો લોટ
1 ચમચી લીલા મરચાં-આદુની પેસ્ટ
1 ચમચી સફેદ તલ
1 ચપટી હિંગ
1/2 ચમચી હળદર
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
વડી તળવા માટે તેલ
બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા વાસણમાં સમારેલી કોથમીર લો.
તેમાં બેસન, ચોખાનો લોટ, લીલા મરચાં-આદુની પેસ્ટ, તલ, હિંગ, હળદર અને મીઠું ઉમેરો.
તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને ઘટ્ટ લોટ બાંધી લો.
તૈયાર મિશ્રણના લાંબા લંબગોળ રોલ બનાવી લો.
ALSO READ: બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી
હવે રોલને સ્ટીમરમાં મૂકી લગભગ 15 મિનિટ સુધી વરાળમાં બાફી લો.
બાફેલા રોલને બહાર કાઢીને સંપૂર્ણ ઠંડા થવા દો.
ઠંડા થયા બાદ તેના સરખા ટુકડા એટલે કે વડી કાપી લો.
કડાઈમાં તેલ ગરમ કરી વડીને શેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરો.
વડી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
ગરમાગરમ ખમંગ કોથમીર વડીને લીલી ચટણી અથવા મીઠી-ખાટી ચટણી સાથે સર્વ કરો.
