1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Korean Cream Cheese Garlic Bread recipe

બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કોરિયન ક્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ Korean Cream Cheese Garlic Bread recipe

Korean Cream Cheese Garlic Bread

સામગ્રી

ક્રીમ ચીઝ ફિલિંગ માટે
ક્રીમ ચીઝ – 200 ગ્રામ
પાઉડર ખાંડ – 2 ટેબલસ્પૂન
ફ્રેશ ક્રીમ – 2 ટેબલસ્પૂન (વૈકલ્પિક)
ગાર્લિક બટર મિશ્રણ માટે
બટર (પીગળેલું) – ½ કપ
લસણની પેસ્ટ – 1 ટેબલસ્પૂન
દૂધ – 2 ટેબલસ્પૂન
1 ઈંડું (વૈકલ્પિક, ન નાખવું હોય તો 2 ટેબલસ્પૂન દૂધ વધારવું)
મધ – 1 ટેબલસ્પૂન
પાર્સ્લી અથવા ઝીણી સમારેલી કોથમીર – 2 ટેબલસ્પૂન
મીઠું – એક ચપટી
અન્ય સામગ્રી
નાના ગોળ બ્રેડ બન – 4

બનાવવાની રીત

સ્ટેપ 1: ક્રીમ ચીઝ ફિલિંગ તૈયાર કરો

એક બાઉલમાં ક્રીમ ચીઝ અને પાઉડર ખાંડ ઉમેરો.
સ્મૂથ થાય ત્યાં સુધી ફેન્ટો.
હવે તેને પાઇપિંગ બેગ અથવા પ્લાસ્ટિકની થેલીમાં ભરી લો.

સ્ટેપ 2: બ્રેડ તૈયાર કરો

દરેક બનમાં નીચેથી જોડાયેલો રહે તે રીતે 6-8 કટ લગાવો.
સંપૂર્ણ કાપી ન નાખવું.
સ્ટેપ 3: ફિલિંગ ભરો
દરેક કટ વચ્ચે ક્રીમ ચીઝનું મિશ્રણ ભરી દો.
સ્ટેપ 4: ગાર્લિક બટર તૈયાર કરો
પીગળેલા બટરમાં લસણની પેસ્ટ, મધ, દૂધ, ઈંડું (જો વાપરો તો), કોથમીર અથવા પાર્સ્લી અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરો.
સ્ટેપ 5: બ્રેડને ડીપ કરો
તૈયાર બ્રેડને ગાર્લિક બટર મિશ્રણમાં હળવેથી ડૂબાડો જેથી બધી બાજુ સારી રીતે કોટ થઈ જાય.

સ્ટેપ 6: બેક કરો

ઓવનને 180°C પર પ્રીહીટ કરો.
બ્રેડને બેકિંગ ટ્રેમાં મૂકી 15-20 મિનિટ સુધી બેક કરો.
ઉપરનો ભાગ ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર કાઢી લો.
 
ઓવન ન હોય તો: કડાઈમાં સ્ટેન્ડ મૂકી ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર 20-25 મિનિટ બેક કરી શકાય.
આગળનો લેખ
First Date Tips: પહેલી ડેટ પર ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો વાત બગડી શકે છે