1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

કેરીનો શીરો

વેજ
P.R
સામગ્રી - 250 ગ્રામ કેરીનો રસ તૈયાર કરેલો, 2 વાડકી રવો, 2 વાડકી દૂધ, 2 વાડકી ચોખ્ખુ ઘી, 2 વાડકી પાણી, 2 વાડકી ખાંડ, ઈલાયચી, બદામ અને કાજૂ સ્વાદમુજબ.

બનાવવાની રીત - રવાને 2 વાડકી ઘી માં નાખીને સેકો. સારી રીતે સેકાયા પછી તેમા દૂધ, પાણી, કેરીનો રસ નાખો અને હલાવો.

રવો બફાયા પછી તેમા ખાંડ નાખો. સારી રીતે મિક્સ કરી દો. ત્યારબાદ બદામ અને કાજૂના ટુકડા નાખો. નીચે ઉતારી ઈલાયચીનો પાવડર નાખો.
About Writer
વેબ દુનિયા