1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

ગુલાબ શ્રીખંડ

ગુલાબ શ્રીખંડ
N.D
સામગ્રી : તાજુ દહી અડધો કિલો, ગુલકંદ 2 ચમચી, સુકા ગુલાબના પાંદડા અડધી વાટકી, દળેલી ખાંડ 1-1/2 વાટકી.

રીત : દહીને ત્રણ ચાર કલાક માટે મલમલના કપડામાં બાંધી લો, જ્યારે દહીનું બધુ જ પાણી નીતરી જાય ત્યારે તેમાં બે ચમચી ગુલકંદ અને ગુલાબના પાન નાંખીને મસળો. ગાઢા દહી અને દળેલી ખાંડને મોટા વાસણમાં લઈને સારી રીતે ભેળવી લો. ત્યાર બાદ કોઈ ચાળણી કે પછી પતલા કપડા વડે ચાળી લો જેથી કરીને તેમાં કોઈ કણ ન રહી જાય. ગુલકંદ નાંખીને સારી રીતે ભેળવી લો. હવે વાટકીમાં નાંખીને બચેલા ગુલાબના પાન વડે તેને સજાવીને પીરસો.
About Writer
વેબ દુનિયા