બુધવાર, 27 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (17:32 IST)

Vastu Tips - જો તમે પણ દિશામાં રસોઈ બનાવો છો તો પડી શકો છો બીમાર...

દરેકને ઘરમાં સુખ-શાંતિ અને લક્ષ્મીનો વાસ જોઈતો હોય છે અને એ માટ લોકો અનેક ઉપય કરે છે. કેટલાલ લોકો પૂજા-પાઠ હવન તો કેટલાક પોતાનુ ઘર વાસ્તુ મુજબ બનાવે છે. વાસ્તુ મુજબ જો ઘર બનાવો છો તો આ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરીને ઘરના લોકોને ઉર્જાવાન અને આરોગ્યપ્રદ બનાવી રાખે છે. વાસ્તુમાં ઘરના કિચનનુ પણ ખૂબ મહત્વ હોય છે. આવો જાણીએ કિચન સાથે જોડાયેલ વાસ્તુ દોષ.. 
 
1. વાસ્તુ મુજબ કિચનમાં હંમેશા પૂર્વ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી જોઈએ. એવુ કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. બીજી બાજુ જો તમે દક્ષિણ પૂર્વ તરફ મોઢુ કરીને રસોઈ બનાવી રહ્યા છો તો આ તમારા ઘરની શાંતિ ભંગ કરી દે છે. 
 
2. એવુ કહેવાય છે કે સ્નાન કર્યા વગર રસોઈ ન બનાવવી જોઈએ કે ન તો જમવુ જોઈએ. તેનાથી એક તો તામરુ આરોગ્ય બગડે છે અને તમે જાડાપણાના ભોગ પણ બનો છો. 
 
3. બીજી બાજુ રસોડાના પશ્ચિમ દિશામાં મોઢુ કરીને રસોઈ બનાવવાથી ઘરના સભ્યોની ત્વચા સાથે જોડાયેલ બીમારે થઈ શકે છે.  જો કિચનમાં એક બારી પૂર્વ દિશા તરફ હોય તો તે શુભ હોય છે.