ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 3 ઑક્ટોબર 2018 (12:47 IST)

વાસ્તુ મુજબ તમારા ઘરની સામે ન હોવી જોઈએ આ વસ્તુઓ... નહી તો થશે નુકશાન

ઘર સામે કે પછી મુખ્ય દરવાજાની પાસે જો કેટલીક વસ્તુઓ હોય તો મકાન માલિકને નફાના સ્થાન પર નુકશાન વધુ થાય છે. તે દરેક સમયે પરેશાન રહે છે. એવામાં ઘર ખરીદવા કે બનાવતી વખતે વાસ્તુ મુજબ કેટલીક વસ્તુઓનુ ધ્યાન રાખવુ જોઈએ. 
 
1. ઘર સામે મંદિર - વાસ્તુ શાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજા કે પછી ઘરની સામે મંદિર કે કોઈ અન્ય ધાર્મિક સ્થળ ન હોવુ જોઈએ. આવુ થતા ઘરના સ્વામી માટે શુભ નથી માનવામાં આવતુ. 
 
2. કચરો ફેંકવાનુ સ્થાન -  ઘરની સામે કચરો ફેંકવાનુ સ્થાન ન હોવુ જોઈએ. પોતે પણ પોતાના ઘરની સામે કચરાનો ડબ્બો ન મુકો. આવુ થતા ઘરના પ્રવેશ દ્વાર દ્વારા  નેગેટિવ એનર્જીનો પ્રવેશ થાય છે અને પરિવારના લોકોમાં લડાઈ ઝગડો થતો રહે છે. 
 
3. કોઈપણ ભોગે ઘરની સામે ગંદુ પાણી એકત્ર ન થાય અને ન તો વહે. જે ઘરની સામે ગંદુ પાણી વહે છે કે પછી કિચડ કે ગંદકી કાયમ રહે છે. એ પરિવારને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. પરિવારમાં ઉદાસીનુ વાતાવરણ કાયમ રહે છે. 
 
4. આવા વૃક્ષ કે છોડ ન હોવા જોઈએ - વર્તમન સમયમાં ઘરની બહાર વૃક્ષ લગાવવાની પ્રથા છે. પણ અનેકવાર જાણતા અજાણતા લગાવેલ કેટલાક વૃક્ષ દ્વારા આપણને સકારાત્મક પરિણામને બદલે નકારાત્મક પરિણામ મળવા માંડે છે.  મતલબ ઘર સામે સુકા કે કાંટાદાર વૃક્ષ કે છોડ ન લગાવવા જોઈએ. તેના દ્વારા પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ઘરની પાસે આમલી, વડ, આમળા, જાંબુ, દાડમ, કેળા, લીંબુ વગેરેના વૃક્ષ લગાવવા શુભ નથી માનવામાં આવતા. તેનાથી સંપત્તિ અને સંતતિ બંને પ્રભાવિત થાય છે. 
 
5. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના પ્રવેશ દ્વારની ઠીક સામે કોઈ વીજળીનો થાંભળો પિલર કે મોટુ ઝાડ જેના કારણે સૂર્યનો પ્રકાશ ઘરમાં આવતો અવરોધાય તે અશુભ માનવામાં આવે છે. આ જ રીતે ઘરની બરાબર સામે ટ્રાંસફારમરનુ હોવુ પણ અશુભ હોય છે.