શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ અને તમારુ રસોડું

N.D
રસોડું એ દરેક સ્ત્રી માટે સૌથી મહત્વનું સ્થળ છે. અહીં અન્નપૂર્ણામાનો વાસ થાય છે. રસોડાનુ નિર્માણ કરતી વખતે આપણે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ, જે આ મુજબ છે -

- રસોડું બને ત્યાં સુધી અગ્નિકોણ (પૂર્વ-દક્ષિણ) દિશામાં બનાવવું જોઈએ. જો અગ્નિકોણમાં શક્ય ના હોય તો વાયવ્યકોણ( ઉત્તર-પશ્ચિમ)માં પણ બનાવી શકાય. રસોડું નૈઋત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ)માં બનાવવાથી ઓછું ફળદાયક છે. અને ઈશાનકોણ (ઉત્તર-પૂર્વ)માં બનાવવાથી ઘરમાં બરકત રહેતી નથી.

- રસોડું અગ્નિકોણમાં બનાવવાની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે હવા વાયવ્યકોણથી અગ્નિકોણ તરફ ચાલે છે. એટલા માટે જ વાસ્તુ શાસ્ત્રમાં અગ્નિ તંત્ર વગેરે માટે અગ્નિકોણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની પાછળ તર્ક એ છે કે રસોડામાં ફેલાતી દુર્ગંધ, ધુમાડો અને ગરમી બહાર ન નીકળે તો મકાનનું વાતાવરણ અશુદ્ધ બની જાય છે.જો હવા વાયવ્ય કોણથી અગ્નિકોણ તરફ વહે તો રસોડાની સારી ગંદકી,દુર્ગંધ અને ગરમી બારીની બહાર જતી રહે છે.

- પહેલા મકાન ઘણા દૂર દૂર રાખવામાં આવતા જ્યારે કે હવે તેઓ એકબીજાની નજીક સેટ કરવામાં આવે છે. એટલા માટે જ રસોડાની સુગંધ-દુર્ગંધ સહેલાઈથી એકબીજાના બેડરુમ, ડાઈનીંગ હોલ અને સ્ટડી રુમ સુધી પહોંચે છે.

- સુંદર અને વ્યવસ્થિત રસોડુ એને કહી શકાય છે જે એકદમ મોટુ કે એકદમ નાનુ ન હોય. રસોડુ 50 ફૂટનુ હોવુ જોઈએ.

- વર્તમાનમાં લોકો દરેક રૂમને આકર્ષક દેખાય તેવુ બનાવે છે. તેથી કલાત્મક રસોડું બનાવવાનું પ્રચલન છે અને એટલે જ રસોડું ચાર કોણ, ષટકોણ અને અષ્ટકોણ જેવું બને છે.

- રસોડુ ગમે તેવુ બનાવો પણ તેમા એક બારી એવી બનાવવી કે જે પૂર્વ દિશા તરફ ખુલે જેથી સૂર્યની પહેલી કિરણો રસો઼ડામાં પ્રવેશી શકે સૂર્યની કિરણો રસોડાને વિષાણુમુક્ત કરે છે.