સંબંધિત સમાચાર
- 150 ડાંસર્સ સાથે સ્ટેજ પર ઉતરશે રેખા, 22 મિનિટ સુધી આપશે ડાંસની પ્રસ્તુતિ, જાણો શુ છે IIFA 2024 નુ અપડેટ
- ફિલ્મો પછી રાજનીતિના હીરો બન્યા ચિરાગ પાસવાન, બ્લેક સૂટ પહેરીને લીધી શપથ તો ટકી સૌની નજર..
- શપથ ગ્રહણ સમારોહમાં ક્વીન બનીને પહોંચી કંગના રનૌત, અભિનેત્રીના ક્લાસી લુકની થઈ રહી છે ચર્ચા
- સાંસદ બન્યા પછી કંગના રાનાવતને CISFની મહિલા જવાને મારી થપ્પડ, ચંડીગઢ એયરપોર્ટ પર થયો હંગામો
- જો ભવિષ્યમાં મને 'એમપી ઑફ ધ યર'નો એવોર્ડ મળે તો...' કંગનાએ શા માટે વ્યક્ત કરી આવી ઈચ્છા?
Aryan Khan Debut: 2025 માં બોલીવુડ ડેબ્યુ કરશે શાહરૂખ ખાન પુત્ર આર્યન, સ્ટાર કિડ માટે કંગના રનોતે કરી મોટી વાત
Aryan Khan Debut in Bollywood: બોલીવુડના બાદશાહ શાહરૂખના પુત્ર આર્યન ખાન ઈંડસ્ટ્રીમા પગ મુકવા જઈ રહ્યો છે. શાહરૂખે 19 નવેમ્બરના આર્યનના બોલીવુડ ડેબ્યુનુ એનાઉંસમેંટ કર્યુ છે. શાહરૂખે 19 નવેમ્બરના રોજ આર્યનના બોલીવુડ ડેબ્યુનુ એનાઉંસમેંટ કર્યુ છે. આર્યન ખાન કોઈ અભિનેતાની જેમ નહી પણ એક ડાયરેક્ટર ઈંડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે. જ્યા એક વધુ ફિલ્મી જગતના અનેક સિતારા શાહરૂખ અને તેમના પુત્રને અનેક શુભેચ્છા આપી રહ્યા છે. બીજી બાજુ સ્ટાર કિડ્સને નિશાના પર રાખનારી અભિનેત્રી કંગના રનૌતે પણ આના પર રિએક્શન આપ્યુ છે.
કંગનાએ આર્યન માટે લખી પોસ્ટ
ઉલ્લેખનીય છે કે આર્યન ખાને નેટફ્લિક્સ માટે એક વેબ સીરીઝનુ ડાયરેક્શન કર્યુ છે વર્ષ 2025માં આવશે અને તેનાથી તેનુ ઈંડસ્ટ્રીમાં ડેબ્યુ થશે. બીજી બાજુ નિર્દેશકના રૂપમાં શરૂઆત કરવા જઈ રહેલ આર્યનને લઈને અભિનેત્રી સાંસદ કંગનાએ પહેલીવાર તેના વખાણ કર્યા છે. આમ તો કંગનાને બોલીવુડ સ્ટાર કિડ્સ જરાપણ ગમતાનથી પણ શાહરૂખ ખાનના પુત્રના ડેબ્યુ માટે તેમન સુર બદલાય ગયા છે.
#WATCH | Mumbai | Actor Shah Rukh Khan along with his wife Gauri Khan, daughter & actor Suhana Khan and son Aryan Khan arrive to cast their vote for Maharashtra Assembly elections pic.twitter.com/czwVYHs4gB
— ANI (@ANI) November 20, 2024
આર્યન ખાનનુ કર્યુ સ્વાગત
અભિનેત્રીએ આર્યનનુ ઈંડસ્ટ્રીમાં સ્વાગત કરતા ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે જેમા તેમણે ખૂબ વખાણ કર્યા છે. તેમણે લખ્યુ આ ખૂબ સારી વાત છે કે ફિલ્મી બૈકગ્રાઉંડમાંથી આવનારા બાળકો ફક્ત મેકઅપ કરવા, વજન ઘટાડવા, તૈયાર થવા અને ખુદને અભિનેતા સમજવાની ઈચ્છાથી આગળ વધી રહ્યા છે.
કંગનાએ આગળ લખ્યુ - અમે સામુહિક રૂપથી ભારતીય સિનેમાના માનકોને વધુ ઉપર ઉઠાવવા પડશે. જેમની પાસે સંસાધન છે તેઓ મોટેભાગે સહેલા રસ્તા પસંદ કરે છે. અમને કેમેરા પાછળ વધુ લોકોની જરૂર છે. આ સારી વાત છે કે આર્યન એ રસ્તા પર આગળ આવી રહ્યો છે જેને ઓછા લોકો પસંદ કરે છે. એક રાઈટર અને ફિલ્મમેકરના રૂપમાં તેમના ડેબ્યુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
2025માં આવશે આર્યનની સીરીઝ
આર્યન ખાનના ડાયરેક્ટોરિયલ ડેબ્યુની વાત કરીએ તો તેમની નેટફ્લિક્સની સીરીઝ 2025માં રજુ થશે. શાહરૂખ ખાન પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એંટરટેનમેંટ અને નેટફ્લિક્સે મળીને બનાવ્યુ છે તેનુ નિર્માણ ગૌરી ખાને કર્યુ છે. હાલ આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી સામે આવી નથી. પણ 2025માં તેના વિશે મેકર્સ જલ્દી ખુલાસો કરશે.
