સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 6 જૂન 2024 (18:07 IST)

સાંસદ બન્યા પછી કંગના રાનાવતને CISFની મહિલા જવાને મારી થપ્પડ, ચંડીગઢ એયરપોર્ટ પર થયો હંગામો

બોલીવુડ અભિનેત્રી અને મંડીથી બીજેપી સાંસદ કંગના રાણાવતે ચંડીગઢ એયરપોર્ટ પર CISFની મહિલા ગાર્ડને થપ્પડ મારી છે.  એવુ બતાવાય રહ્યુ છે કે કંગના દ્વારા કિસાન આંદોલનને લઈને આપવામાં આવેલા નિવેદનથી કુલવિંદર કૌર દુખી હતી તેથી તેને બીજેપી સાંસદને થપ્પડ મારી.  અભિનેત્રીએ આરોપ લગાવતા સખત એક્શનની માંગ કરી છે.  ઉલ્લેખનીય છે કે હાલ કમાંડેટના રૂમમાં જ કુલવિંદર કૌરને બેસાડી છે. 
 
બીજેપી સાંસદને કેમ મારી થપ્પડ ?
 
આ ઘટના બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. કંગનાને ચંદીગઢથી દિલ્હી જવું પડ્યું જ્યારે સુરક્ષા તપાસ દરમિયાન CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે આ કૃત્ય કર્યું. એવો દાવો કરવામાં આવે છે કે CISF ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવા બદલ કંગના રનૌતથી નારાજ હતો. કંગનાની સાથે રહેલા મયંક મધુરએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી કંગના દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. તે ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થઈ ગઈ છે.

 
સંસદ જતા પહેલા ઈસ્ટા પર શેયર કરી હતી ફોટો 
મંડીમાંથી બીજેપીની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યા પછી કંગના રાણાવત આજે દિલ્હી માટે રવાના થઈ ગઈ હતી. આ દરમિયાન ચંડીગઢ એયરપોર્ટ પરથી થપ્પડ મારવાના સમાચાર સામે આવ્યા છે. કંગનાએ સોશિયલ મીડિયા પર પોતાની ફોટો શેયર કરતા બતાવ્યુ હતુ કે તે સંસદ જઈ રહી છે.  તેમણે પોતાની તસ્વીર પણ ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે.