Biodata Maker
✕

કસુંબીનો રંગ lyrics

Updated: સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 (08:46 IST)
લાગ્યો કસુંબીનો રંગ રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
 
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..
 
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..
 
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
 
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..
 
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…
 
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ…
 
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…
 
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
 
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ
લાગ્યો કસુંબીનો રંગ !

વધુ જુઓ..

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 નવેમ્બર, 2026

ભાઈબીજ :જાણો ભાઈબીજ પર શુ કરવુ અને શું છે તેનુ મહત્વ

Lakshmi Charan on Diwali- જો તમે દિવાળી પર લક્ષ્મીના પગલા ઘરના દરવાજા પર રાખો છો, તો આ ભૂલો ન કરો; ધનની દેવી ખાલી હાથે પાછી ફરશે

Diwali 2026: દિવાળીના આ 21 સરળ ઉપાય અજમાવો, માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવાની છે માન્યતા

Diwali 2026 - દિવાળી પર શા માટે બનાવાય છે માટીનુ ઘર, ભગવાન રામ સાથે છે સીધુ કનેક્શન

આગળનો લેખ
Show comments