Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

મસાલેદાર વડાપાવ રેસીપી

Updated: શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2026 (16:02 IST)
Vadapav recipe
વડાપાવ મહારાષ્ટ્રની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વાનગી છે. મસાલેદાર બટેટા વડા, ચટણી અને નરમ પાવનું કોમ્બિનેશન દરેકને પસંદ આવે છે. ઘરે સરળતાથી વડાપાવ બનાવવા માટે આ રીત અજમાવો.

સામગ્રી

વડા માટે:
 
4-5 બટેટા, બાફેલા
1-2 લીલા મરચાં, બારીક સમારેલા
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
½ ચમચી રાઈ
½ ચમચી જીરું
ચપટી હિંગ
½ ચમચી હળદર
1-2 ચમચી લીલી કોથમીર
મીઠું સ્વાદ મુજબ
તેલ તળવા માટે
 
ખીરા માટે:
 
1 કપ ચણાનો લોટ
¼ ચમચી હળદર
ચપટી હિંગ
મીઠું સ્વાદ મુજબ
જરૂર મુજબ પાણી
 
વડાપાવ માટે:
 
6-8 પાવ
લીલી ચટણી
લસણની સૂકી ચટણી
મીઠી ચટણી, જરૂર મુજબ
બનાવવાની રીત
 
સૌપ્રથમ બાફેલા બટેટાની છાલ ઉતારી તેને સારી રીતે મેશ કરી લો.
 
કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરો. રાઈ તડતડે એટલે લીલા મરચાં અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ હળદર નાખીને મેશ કરેલા બટેટા ઉમેરો.
 
તેમાં મીઠું અને સમારેલી કોથમીર નાખીને બધું સારી રીતે મિક્સ કરો. મિશ્રણ થોડું ઠંડું થાય પછી તેના સમાન કદના ગોળા બનાવી લો.
 
હવે એક વાસણમાં ચણાનો લોટ, હળદર, હિંગ અને મીઠું લો. તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો.
 
કડાઈમાં તેલ ગરમ કરો. બટેટાના ગોળાને ચણાના લોટના ખીરામાં ડૂબાડીને ગરમ તેલમાં નાખો. વડા સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
 
હવે પાવને વચ્ચેથી કાપીને તેના પર લીલી ચટણી, મીઠી ચટણી અને લસણની સૂકી ચટણી લગાવો. વચ્ચે ગરમાગરમ બટેટા વડો મૂકો.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments