સંબંધિત સમાચાર
- મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ
- Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર
- Devshayani Vrat katha- દેવશયની એકાદશી વ્રત કથા
- Gauri Vrat 2025 Date - ક્યારથી શરૂ થશે ગૌરી વ્રત ? જાણો તેનુ મહત્વ અને પૂજા વિધિ
- Shani Chalisa: શનિવારે આ રીતે કરો શનિ ચાલીસાનો પાઠ, દૂર થશે શનિ દોષ
Maa Ashapura Vrat Vidhi- મા આશાપુરા વ્રતની વિધિ
આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.
વ્રતના દિવસે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ બાજોઠ કે પાટલા ઉપર આશાપુરા માની છબી મૂકી ઘીનો દીવો કરવો.
પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મૂકવો.
પછી માતાજીની સામે તેમનું ધ્યાન ધરવું.
આ દિવસે સાત્ત્વિક ફળાહાર લેવો. નવ મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે.
આ વ્રતથી સંતાનપ્રાપ્તિ, રોગમુક્તિ, આપત્તિ નિવારણ, મનપસંદ પાત્ર સાથે લગ્ન, નોકરી મળવી, ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણાં શુભ ફળ મળે છે.
નવમા મંગળવારનું ઉદ્યાપન:
નવમા મંગળવારે વ્રતનું ઉદ્યાપન કરો. આમાં 9 પરિણીત મહિલાઓને માતાજીને ભોજન કરાવો અને તેમને સુહાગ વસ્તુઓનું દાન કરો.
Edited By- Monica Sahu