ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 12 નવેમ્બર 2024 (11:16 IST)

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

Ashapura mata ni vrat vidhi- કચ્છની દેવી માતા આશાપુરાનો પ્રાગટય ઘણો છે. આશાપુરા મા ના નવ મંગળવાર સુધી વ્રત કરવાથી બધી મનોકામના પૂણ થાય છે અને માતાજી દુખ દૂર કરી સુખ સમૃદ્ધિ આપે છે. 
 
- બધી જ મનોકામના પૂર્ણ કરનાર નવ મંગળવાર નું વ્રત
- મા આશાપુરા વ્રતની વિધિ
- માં આશાપુરાનું વ્રત
 
આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.
 
વ્રતના દિવસે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરા માની ફોટા રાખો 
 
માતાજીના આગળ ઘીનો દીવો કરવો.
 
પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મૂકવો.
 
પછી માતાજીની સામે તેમનું ધ્યાન ધરવું.
 
માતાજીને નૈવૈધમાં લાપસી ધરાવો. 

આશાપુરા માતાની વ્રત કથા વાંચી. 

માતાજીની કપૂરથી આરતી કરવી 

ત્યારબાદ પ્રસા પોતે લો અને બધાને વહેચી આપો 
 
આ દિવસે સાત્ત્વિક ફળાહાર લેવો. 
 
આ રીતે નવ મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે.
 
આ વ્રતથી મા આશાપુરા  બધી જ મનોકામના પૂરી કરે છે માતાની કૃપાથી સંતાન , નોકરી, ધંધાની પરેશાની વગેરે ઘણાં શુભ ફળ મળે છે. 

Edited By- Monica sahu